Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શૌર્યનો રંગ ખાખી : ગુજરાતને સલામત બનાવવામાં પોલીસની છે મુખ્ય ભૂમિકા - CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police),...
10:08 PM Aug 09, 2023 IST | Hardik Shah

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police), BSF, CRF, CISF ના જવાનોની કામગીરીને બિરદાવવા SBI દ્વારા શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓ એક મંચ પર જોવા મળી હતી. 9મી ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?

ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા આયોજીત શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ દરમિયાન તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતના પોલીસ જવાનોના ખૂબ જ વખાણ કર્યા. જોકે, આ પહેલા તેમણે કાર્યક્રમમાં હાજર સૌ મહાનુંભાવોનું અભિવાદન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રામાં પોલીસ દળની ભૂમિકા અતિ મહત્વની રહી છે. ગુજરાતમાં ઉદ્યોગો ફૂલોફાલ્યા છે. વળી આ સાથે ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડી રોકાણ આવે છે, કારણ કે ગુજરાત એ એક સલામત રાજ્ય છે. તેમણે કહ્યું કે, સલામત રાજ્ય અને સલામત રાજ્ય બનાવવું અને બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા એ પોલીસ જવાનોની રહી છે. જે રીતે હર્ષભાઈ સંઘવીએ અહીં કહ્યું તે પ્રમાણે કે જે છબી પોલીસ જવાનોની હતી તે આજે સુધરી છે અને આજે દરેકે દરેક પરિસ્થિતિમાં તેમણે કામ કર્યું છે અને સાથે સાથે તેમણે પોતાના જીવને જોખમમાં મુકીને પણ કામ કર્યું છે. આ કોઇ સહેલી વાત નથી. જ્યારે આપણને કોઇ દ્રાશકો પડે તો આપણે બાજુવાળાનો હાથ પણ પકડવા માટે રહેતા નથી, અને આપણે પહેલા જ ભાગીએ છીએ. એવા સંજોગોમાં જ્યારે કામ કરવાનું હોય અને સામેવાળાનો વિચાર આવે તો તે કોઇ જવાનને જ આવી શકે છે કોઇ બીજાને ન આવી શકે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું કે, મોરબીની હોનારત હોય, પૂર હોય, રમખાણોની પરિસ્થિતિ હોય, કોઇ પણ પરિસ્થિતિ હોય તો તેની અંદર પોતાનો જીવ જોખમમાં મુકી અને પ્રજાજનોની સુરક્ષા કરવી અને તે સુરક્ષા કરવાનો આનંદ અને તે આનંદમાં જ્યારે આજે ગુજરાત ફર્સ્ટ ચેનલે તેમને જે બહુમાન કરવાનો તેમને અભિનંદન કરવાનો કાર્યક્રમ કર્યો છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે. CM ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં અમદાવાદમાં બનેલા ભયાનક અકસ્માત અંગે વાત કરતા કહ્યું કે, આ કેટલો ભયાનક અકસ્માત હતો જેમા તમે તેને બેદરકારી કહો, આપણો શોખ કહો, આપણી મોટી ગાડી કહો, તેમા કોઇનો જીવ જતો રહે, એવા તે કેવા કામ આપણા. આપણે કોઇ કર્તવ્યનું પાલન નહીં કરવાનું અને સામેવાળાની આશા રાખવાની અને છેલ્લે આવે કોણ પોલીસ ડિપાર્ટમેન્ટ જ. પણ હુ કહેવા માંગુ છું કે, આવું ન બનવું જોઇએ. જે ભૂમિકા આપણા બધાની છે તેને આપણે બધાએ સાથે મળીને નિભાવવી પડશે. આજે પોલીસ આપણા મિત્ર બની ગયા છે. પોલીસ આપણને દરેકે દરેક ક્ષેત્રમાં તેમની ભૂમિકા હોય કે ન હોય તે આપણી સાથે રહેવા તૈયાર છે. એવા સંજોગોમાં આપણે પણ આપણા કંતવ્યનું પાલન કરીશું, તો જ માન્ય નરેન્દ્રભાઈને, અમિતભાઈએ જે સંકલ્પ લીધું છે કે તે આપણે એક વિકસીત ભારત બનાવવું છે તે વિકસીત ભારત બનાવવા માટે આપણે વિકસીત ગુજરાત તરફ આગળ વધી શકાશે.

આપણે કાશ્મીર ફિલ્મની અહીંયા શરૂઆત જોઇ કે નયા સવેરા, જેમા 370ની કલમ, 370 કલમ નીકળશે તો કેટલી બધી જાનહાની થશે અને આ વિવાદ વધશે અને લોહિયાળ થશે. પણ આપણા દેશના કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે, કાશ્મીરમાં લોહીનું એક ટીપુ પણ પડ્યું નથી. 370ની કલમ નીકળ્યા પછી ત્યા જે રીતે પ્રવાસન વિકસ્યું છે અત્યાર સુધીમાં જે કોઇ પ્રવાસનમાં નહી ગયા હોય તેના જેટલા પ્રવાસમાં આ છેલ્લા મહિનાઓમાં ગયા તે આપણા દેશના વડાપ્રધાને કહ્યું હતું. પરિસ્થિતિ અને પરિસ્થિત પ્રમાણે કેવી રીતે આગળ વધી શકાય તે આપણને સૌને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કાર્ય સંકલ્પથી તેમના કાર્ય પદ્ધતિથી આપણને શીખ આપી છે. આફતની કોઇ પણ પરિસ્થિતિ હોય તેને અવસરમાં કેવી રીતે ફેરવી શકાય, અને હર હંમેશા પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે ખભેથી ખભો મિલાવીને સરકાર ઉભી છે અને તેના કારણે જુસ્સો વધતો હોય છે. સરકાર તરફથી અમારી પણ જવાબદારી હોય છે કે તેમના જે હોંસલા છે તે બુલંદ રહેવા જોઇએ, તેમા કોઇ કમી ન રહેવી જોઇએ, કે અમારા તરફથી કોઇ ખોટી રોક ટોક ન થઇ જાય તેનું અમે પણ ધ્યાન રાખતા હોઇએ છીએ. લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અપગ્રેડ થઇ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આગળ વધે તેના માટે પણ સરકાર હરહંમેશા તૈયાર રહે છે.

શું કહ્યું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા માટે હું વિવેક કુમાર ભટ્ટને અભિનંદન આપુ છું કે આજે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસનું સન્માન કર્યું છે. વિવેક ભટ્ટ એવા રિપોર્ટર છે કે તેમનું કેરીયર ભારત પાકિસ્તાન બોર્ડર પર રિપોર્ટીંગ કરીને શરુ થયું હતું. અને મુંબઇમાં રિપોર્ટીંગ કર્યું.

તેમણે કહ્યું કે પોલીસ પાસે માત્ર નાના બાળકોને ડરાવવાનું કામ નથી કરવાનું પણ અનેક કામગિરીમાં પોલીસે વિશેષ કામગિરી કરી છે તેનું આજે સન્માન થયું છે. આપણે હંમેશા એવું સાંભળીએ છે કે ગુનેગારોને સજા થવામાં વર્ષો લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે નવો ચીલો ચાતર્યો છે. આપણે ઘણા કેસ જોયા. પોલીસે સુરતના પુણામાં, સુરત, ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને પકડીને 60 દિવસમાં જેલની પાછળ ધકેલ્યા છે. ઘણાને ફાંસી થઇ. ભાવનગરના કેસમાં 1 દિવસમાં ચાર્જશીટ થઇ અને ગુનેગારોને આજીવન કેદની સજા થઇ. આ માટે પોલીસવડા અને તેમની ટીમને અભિનંદન છે.

બિપોરજોયમાં પણ સારી કામગિરી કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત પોલીસને આજે ડ્રગ્સ પકડનાર પોલીસ તરીકે ઓળખાય છે. તે માટે કોસ્ટગાર્ડની ટીમ અને ગુજરાત પોલીસને અભિનંદન છે જેથી ગુજરાતને ડ્રગ્સથી ફ્રી રાખવામાં સફળતા મળી છે. આ રાજ્યના દિકરા અને નાગરીક તરીકે આર્મી, બીએસએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડને વંદન કરું છું. ગુજરાત પોલીસને કહું છું કે તમારો સમય નકારાત્મક કામગિરીમાં જાય છે પણ તમારા પરિવાર પર તેની અસર ના થાય તે જોજો. હું ડીજીપીને સુચન કરું કે યોગ સહિતના માધ્યમોથી પોલીસનો સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયાસ કરે.

ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટે આભાર વ્યક્ત કર્યો

કાર્યક્રમના અંતે આભાર પ્રવચન કરતા ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેક ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે સતત એક પ્રણ લીધો છે કે ગુજરાત પોલીસને હું વધુ સશક્ત બનાવીશ. જેની સાથે સાથે ગુજરાતના તમામ નાગરિકોને સૌથી સરળ પ્રક્રિયાથી બધીજ વસ્તુ એમને મળી જાય એના માટે તેમનો સતત પ્રયાસ રહે છે. અને બીજા પોલીસના તમામ અધિકારીઓ અને બીજા તમામ સોલ્જરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

આ સિવાય ડો. વિવેક ભટ્ટે વધુમાં જણાવ્યું કે, DGP સાહેબના નામ એક મોટી ખાસિયત છે. વિકાસ અને સહાય. 'વિકાસ' પોલીસ ડીપાર્ટમેન્ટનો થશે ગુજરાતનો પણ થશે અને 'સહાય' એટલે આપડે કહીએ છીએ હેલ્પિંગ નેચર એટલે ડેવલોપમેન્ટ સાથે હેલ્પિંગ નેચર આ એક નવી પોલીસીંગ જોવા મળી રહી છે. આ સિવાય તેમણે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ મેનેજીંગ ડાયરેક્ટર જસ્મિનભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર આપે આ કાર્યક્રમ કરવા પ્રેરણા પૂરી કરી. આ સિવાય બીજા તમામ સ્પોન્સર્સનો પણ આભાર વ્યક્ત કરું છું જેમણે ખૂબ સહકાર આપ્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CM Bhupendra PatelGandhinagarGujarat FirstHM Harsh SanghaviKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraMahatma MandirOTT IndiaShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article