Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શૌર્યનો રંગ ખાખી : કાશ્મીર એક નયા સવેરા વેબ સિરિઝ અને બુક  લોન્ચ કરાઇ

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી...બુધવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં લાખ્ખો દર્શકો સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં  ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી વેબસીરીઝ અને બુક લોન્ચ કરવામાં આવી...
શૌર્યનો રંગ ખાખી   કાશ્મીર એક નયા સવેરા વેબ સિરિઝ અને બુક  લોન્ચ કરાઇ
ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી...બુધવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં લાખ્ખો દર્શકો સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં  ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી વેબસીરીઝ અને બુક લોન્ચ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બુક અને વેબસિરિઝ લોન્ચ કરી હતી. બુકનું નામ છે કાશ્મીર એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ..
book
કાશ્મીરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
કશ્મીર એક નયા સવેરા વેબ સિરિઝ અને બુક કલમ 370 હટયા બાદ કઇ રીતે કાશ્મીરમાં એક નવી સવાર થઇ તે દશાવે છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ટીમ કાશ્મીરમાં 22 દિવસ રહી હતી અને કલમ 370 હટ્યા બાદ ત્યાં કેવી સ્થિતી છે તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો હતો. કાશ્મીરના લોકો શાંતિભર્યું જીવન જીવી રહ્યા છે તે આ બુક અને વેબસિરીઝમાં દર્શાવામાં આવ્યું છે.
વેબસિરિઝને જાણીતા બોલિવુડ અભિનેતા મનોજ જોશીએ હોસ્ટ કરી છે
જે બુક તૈયાર કરવામાં આવી છે તેમાં કલમ 370 લાગુ હતી ત્યારે શું સ્થિતિ હતી.. તે દર્શાવાયુ છે અને કઇ રીતે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે એક હિંમતભર્યો નિર્ણય લઇ 370ને નાબુદ કરી દીધી તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. સાથે જ કલમ 370 હટ્યા પછી કાશ્મીરમાં કેવું સકારાત્મક પરિવર્તન આવ્યું તેનો વિગતવાર ઉલ્લેખ આ બુકમાં અને વેબ સીરીઝમાં કરવામાં આવ્યો છે..આ વેબસિરિઝને જાણીતા બોલિવુડ અભિનેતા મનોજ જોશીએ હોસ્ટ કરી છે.  આ કાર્યક્રમમાં મનોજ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

iv>

Advertisement

Tags :
Advertisement

.