Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market Crash:શેરબજારમાં નબળી શરૂઆત...બજાર ખુલતાની સાથે જ આ 10 શેરોમાં કડાકો

Stock Market Crash: શેરબજારમાં રિકવરીના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારના મોટા ઘટાડાનો ટ્રેન્ડ મંગળવારે પણ ચાલુ રહ્યો અને BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા.
share market crash શેરબજારમાં નબળી શરૂઆત   બજાર ખુલતાની સાથે જ આ 10 શેરોમાં કડાકો
  • મંગળવારે શેરબજારમાં નબળી શરૂઆત
  • સેન્સેક્સમાં ઘટાડા સાથે ખૂલ્યું
  • રોકાણકારોના રૂ. 6 લાખ કરોડથીનુકસાન થયું

Share Market: સોમવારે શેરબજાર(Share Market)માં ભૂકંપ આવ્યો અને માત્ર 6 કલાકમાં રોકાણકારોના રૂ. 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે પણ ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને બજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા સેન્સેક્સ (Sensex))240 પોઈન્ટ ઘટીને 78,542 પર ખુલ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty-50એ પણ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. દરમિયાન, ઘણી મોટી કંપનીઓના શેર ખુલતાની સાથે જ તૂટ્યા હતા.

Advertisement

આ રીતે બજારની શરૂઆત થઈ

મંગળવારે, BSE Sensex તેના અગાઉના 78,782.24 ના બંધની તુલનામાં ઘટાડા સાથે 78,542 ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, NSE Niftyએ પણ તેના પાછલા બંધ 23,995.35ની સરખામણીમાં 78 પોઈન્ટ ઘટીને 23,916ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 1400 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, જ્યારે આખા દિવસના ઘટાડા વચ્ચે નિફ્ટી 450 પોઈન્ટ્સ લપસી ગયો હતો.

આ પણ  વાંચો -Price hike: ચા, બિસ્કિટથી લઇને શેમ્પૂ સુધીની આ વસ્તુઓ થશે મોંઘી,જાણો કારણ

Advertisement

પ્રી-ઓપન માર્કેટમાં પણ નબળા વૈશ્વિક સંકેતોની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે BSE સેન્સેક્સ 700 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, ત્યારે BSE Bankex 1698 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. આ પછી, જ્યારે બજાર ખુલ્યું તો બંને સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા.

Advertisement

આ પણ  વાંચો -Share Market:શેરબજાર ખુલતા જ હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

1183 શેર ઘટાડા સાથે ખૂલ્યા

શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ 1183 શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા. આ સિવાય ગ્રીન ઝોનમાં 1160 શેર ખૂલ્યા હતા, જ્યારે 126 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. નિફ્ટી પર, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું, જ્યારે કોલ ઈન્ડિયા, રિલાયન્સ, ટ્રેન્ટ, ટાઈટન કંપની અને ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા.

આ પણ  વાંચો -Share Market:શેરબજાર ખુલતા જ હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

આ શેરોએ સૌથી વધુ ઘટાડો

હવે વાત કરીએ તે શેરની જે મંગળવારે બજારમાં સુસ્ત શરૂઆત વચ્ચે ઘટાડા સાથે ખુલ્યા હતા, તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ અદાણી પોર્ટ શેર 1331.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. , 1.30% નો ઘટાડો. આ સિવાય ITC શેર 1% ઘટીને 480 રૂપિયા પર હતો.

Tags :
Advertisement

.