ICICI બેંકે MSME માટે ડિજિટલ ઇકોસિસ્ટમ રજૂ કરી, જાણો શું છે પ્લાન
ICICI બેંકે દેશમાં તમામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs) માટે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે, જેનો લાભ અન્ય બેંકના ગ્રાહકો પણ લઈ શકે છે. આ ઈકોસિસ્ટમમાં હાલના ગ્રાહકો માટે સંવર્ધિત બેન્કિંગ સેવાઓ, અન્ય બેંકના ગ્રાહકો હોય એવી MSMEsની વિવિધ બેંકિંગ સેવાઓ તથા તમામ માટે મૂલ્ય-સંવર્ધિત સેવાઓની સંપૂર્ણ રેન્જ સહિતના ત્રણ આધાર સ્તંભ છે. ઉદ્યોગમાં વિવિધ પ્રથમ સમા
ICICI બેંકે દેશમાં તમામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs) માટે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે, જેનો લાભ અન્ય બેંકના ગ્રાહકો પણ લઈ શકે છે. આ ઈકોસિસ્ટમમાં હાલના ગ્રાહકો માટે સંવર્ધિત બેન્કિંગ સેવાઓ, અન્ય બેંકના ગ્રાહકો હોય એવી MSMEsની વિવિધ બેંકિંગ સેવાઓ તથા તમામ માટે મૂલ્ય-સંવર્ધિત સેવાઓની સંપૂર્ણ રેન્જ સહિતના ત્રણ આધાર સ્તંભ છે. ઉદ્યોગમાં વિવિધ પ્રથમ સમાધાનો પૂરું પાડતી આ ઇકોસિસ્ટમ ઉદ્યોગની હાલની પદ્ધતિથી નોંધપાત્ર પરિવર્તન લાવશે, જેમાં બેંક આ સેવાઓ તેમના ગ્રાહકોને જ પૂરી પાડે છે.
કોઈ પણ વ્યક્તિ વ્યવસાય માટે સુપર એપ ઇન્સ્ટા બિઝ એપના નવા વર્ઝનને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી કે બેંકના કોર્પોરેટ ઇન્ટરનેટ બેંકિંગ (સીઆઇબી) પ્લેટફોર્મ પરથી સરળતાપૂર્વક ડાઉનલોડ કરીને ICICI બેંકના ડિજિટલ સમાધાનનો લાભ મેળવી શકે છે.
આ અંગે ICICI બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ બાગચી કહ્યું કે, “અમે આઇસીઆઇસીઆઇ બેંકમાં હંમેશા માનીએ છીએ કે, MSME સેગમેન્ટ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ MSME માટે ‘વેપારવાણિજ્યની સરળતા’ વધારવાની અને તેમની વૃદ્ધિમાં પાર્ટનર બનવાની અમારી ફિલોસોફી ધરાવે છે. અમારા સંશોધનમાંથી જાણકારી મળી છે કે, MSMEs ટેકનોલોજીથી થતા ફાયદા સમજે છે. તેઓ તેમના વ્યવસાય અને સરળ બનાવવા ડિજિટલ સમાધાનો સ્વીકારવા આતુર છે, જેથી તે વૃદ્ધિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. MSMEs સર્વાંગી પ્લેટફોર્મની પણ જરૂર છે, જે તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત અમારું માનવું છે કે, અમારા ઉત્પાદનો અને સેવાઓના ફાયદા અમારા ગ્રાહકો પૂરતું મર્યાદિત નથી, પણ અન્ય બેંકના ગ્રાહકો પણ આ સુવિધાઓનો અનુભવ મેળવી શકે છે."
આ ઉપયોગી જાણકારી ને આધારે અમે અંદાજે છ કરોડ MSMEsને સક્ષમ બનાવવા મૂલ્ય-સંવર્ધિત સેવાઓ સાથે વિવિધ બેન્કિંગ સેવાઓ દ્વારા ઓપન આર્કિટેક્ચર સાથે વિસ્તૃત ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે. અમારું માનવું છે કે, MSMEs માટે આ સમાધાનો તેના વ્યવસાયની કાર્યદક્ષતા વધારશે અને વ્યવસાયને વેગ આપશે.”
અન્ય બેંકના ગ્રાહકો હોય એવા MSMEs ઇન્સ્ટાબિઝના નવા વર્ઝનમાં ‘ગેસ્ટ’ તરીકે લોગિંગ થઈને બેંકની ડિજિટલ ઇકોસિસ્ટમમાંથી અનેક સેવાઓનો લાભ લઈ શકે છે. આ યાદીમાં સૌથી મહત્વપૂર્ણ સેવા છે, રૂ. 25 લાખ સુધી ઓવરડ્રાફ્ટની તાત્કાલિક અને પેપરલેસ મંજૂરી. ‘ઇન્સ્ટાઓડી પ્લસ’ નામની ઉદ્યોગમાં આ પ્રથમ ખાસિયત કોઈ પણ બેંકના ગ્રાહકો અને ઇન્સ્ટાબિઝના નવા વર્ઝન કે સીઆઇબી પર થોડા ક્લિક કરીને તાત્કાલિક ઓવરડ્રાફ્ટનો લાભ લેવા સક્ષમ બનાવે છે. જ્યારે ICIC બેંકના ગ્રાહકો તાત્કાલિક તેમના કરંટ એકાઉન્ટમાં ઓડી એક્ટિવેટ કરાવી શકે છે, ત્યારે અન્ય બેંકના ગ્રાહકો વીડિયો કેવાયસી મારફતે ડિજિટલ રીતે બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલ્યા પછી આ સુવિધાનો લાભ મેળવી શકે છે.
આ ઓફરમાં સામેલ અન્ય એક મહત્વપૂર્ણ સુવિધા ડિજિટલ માધ્યમ મારફતે કરન્ટ એકાઉન્ટ તાત્કાલિક ખોલવાની સુવિધા છે. સંપૂર્ણપણે પેપરલેસ પ્રક્રિયા બેંકના અદ્યતન એપીઆઈનો ઉપયોગ કરે છે, જે એકાઉન્ટ ખોલવાના ફોર્મ ઓટો ફિલ કરે છે અને તાત્કાલિક પેન અને આધાર નંબરને વેલિડેટ કરે છે તથા વીડિયો કેવાયસી મારફતે એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે.
ઉપરાંત MSMEs માટે વૃદ્ધિ અને કાર્યદક્ષતાની વધારે વેગ આપવા ઇન્સ્ટા બિઝ હવે બેંકના ગ્રાહકો અને ગ્રાહકો ન હોય એવા એમ બંને MSMEsને મૂલ્ય-સંવર્ધિત સેવાઓની રેન્જ ઓફર કરે છે. બેંકે MSMEsની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ નિષ્ણાતો સાથે સંકલન સ્થાપિત કરવા વિવિધ પાર્ટનર્સ સાથે જોડાણ કર્યું છે. આ પાર્ટનરમાં ઇન્ડિયા ફિલિંગ્સ (વ્યવસાયિક નીતિ નિયમોનું પાલન અને નોંધણી માટે), ઇન્ડિયા માર્ટ (વ્યવસાયની નોંધણી), એરટેલ (કનેક્ટિવિટી અને બિઝનેસ કમ્યુનિકેશન), ક્લીઅર ટેક્ષ (કર વેરો ભરવા અને સલાહ માટે), ઝોહો બુક્સ (એકાઉન્ટિંગ સોલ્યુશન્સ), ગ્લોબલ લિન્ક (બિઝનેસ નેટવર્કિંગ અને ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ), Sherlock.ai (ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલિટિક્સ) સામેલ છે. MSMEs તેમના પ્લેટફોર્મ પર તાત્કાલિક બોર્ડ પર આવીને આ નિષ્ણાતોની વિશિષ્ટ સેવાઓનો લાભ મેળવી શકે છે.
ઉપરાંત, MSMEs બેંકના ગ્રાહકો અને બિન ગ્રાહકો એમ બંને, ધિરાણના પત્ર, બેંક ગેરંટી, ટ્રેડ ક્રેડિટ, ટ્રેડ વ્યવહાર અને અન્ય ઘણી સેવાઓ જેવી ટ્રેડ સાથે સંબંધિત વિવિધ સેવાઓનો લાભ પણ મેળવી શકે છે.
ઉપરાંત ઇન્સ્ટા બિઝ મારફતે વેપારીઓ, રિટેલર્સ તથા ડૉક્ટર્સ અને વકીલો વગેરે વ્યાવસાયિકો યુપીઆઈ અને કાર્ડ મારફતે તાત્કાલિક ચૂકવણી સ્વીકારી શકે છે. તેઓ ક્યુઆર જનરેટ કરી શકે છે અને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ઉપકરણ માટે ડિજિટલ અરજી પણ કરી શકે છે. તે ચુકવણીના તાત્કાલિક સેટલમેન્ટ, ફક્ત 30 મિનિટમાં તેની દુકાનોને ઓનલાઇન સ્ટોરમાં પરિવર્તિત કરવા અને ચુકવણીની રસીદની પુષ્ટિ કરતાં વોઇસ-મેસેજિંગ ઉપકરણ માટે અરજી કરવા જેવી મૂલ્ય સંવર્ધિત સેવાઓનો લાભ પણ મળી શકે છે.
ડિજિટલ ઇકોસિસ્ટમ બેંકના હાલના ગ્રાહકોને સંવર્ધિત સેવાઓ પૂરી પાડે છે. તેઓ હવે ટ્રેડ અને વિદેશી વિનિયમ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોના તેમની જરૂરિયાતો માટે બેન્કના ટ્રેડ ઓનલાઇન પ્લેટફોર્મ પર બોર્ડ પર આવવાનો સરળ અનુભવ મેળવી શકે છે. તેઓ અન્ય સુવિધાઓની સાથે પીઓએસ ઉપકરણ માટે અરજી કરી શકે છે, જીએસટીની સરળ અને ડિજિટલ ચુકવણી પણ કરી શકે છે. મજબૂત ટેકનોલોજી અને સંલગ્ન એનાલિટિક્સ સાથે સજ્જ ઇન્સ્ટા બિઝ એપનું નવું વર્ઝન ગ્રાહકની પ્રોફાઇલને આધારે વિવિધ રિમાઇન્ડર્સ આપે છે. ઉદાહરણ તરીકે, જીએસટીની ચુકવણી કરવાનું વલણ ધરાવતા ગ્રાહકોને ચુકવણીની છેલ્લી તારીખ અગાઉ જીએસટીની ચુકવણી માટે સ્વાભાવિક રિમાઇન્ડર આપશે; નિકાસકાર/આયાતકારોને ટ્રેડ ઓનલાઇન એક્ટિવેશન રિક્વેસ્ટ રિમાઇન્ડર મળશે એ વેપારીને પીઓએસ ડિવાઇઝ માટે ડિજિટલ અરજી કરવા માટે પોપ-અપ મળશે.
Advertisement