મહારાષ્ટ્રમાં ચૂંટણી હાર્યા બાદ Sharad Pawar ની પ્રતિક્રિયા, કહ્યું- અજિત પવાર જીતી ગયા પરંતુ...
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં MVA ગઠબંધનની કારમી હાર
- હાર બાદ શરદ પવારનું નિવેદન સામે આવ્યું
- મારા વિરોધીઓ નક્કી નહીં કરે કે હું ક્યારે નિવૃત થઈશ - શરદ પવાર
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના હાથે મહા વિકાસ અઘાડી ગઠબંધનની કારમી હાર બાદ શરદ પવારે (Sharad Pawar) પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પરિણામ અમે ધાર્યા પ્રમાણે નથી. પરંતુ જનતાએ પોતાનો ચુકાદો આપ્યો છે, તેને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જ્યારે તેમને રાજકારણમાંથી નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે (Sharad Pawar) કહ્યું, 'મારા વિરોધીઓ નક્કી નહીં કરે, હું અને મારા સાથીદારો નક્કી કરશે કે મારે શું કરવું જોઈએ.'
મહત્વનું છે કે, દરેક નેતાઓ તેમની નિવૃત્તિને યાદગાર બનાવવા માંગે છે, પરંતુ આ બાબતમાં શરદ પવાર (Sharad Pawar)નું નસીબ કદાચ સારું નથી. આનું એક ઉદાહરણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 છે, જે સંભવતઃ શરદ પવાર (Sharad Pawar)ની છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. છેલ્લી ચૂંટણી શરદ પવાર (Sharad Pawar)ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં શરદ પવાર (Sharad Pawar)ની NCP ને મોટો ઝટકો લાગ્યો છે. શરદ પવાર (Sharad Pawar)ની સફળતાનો દર 11.49 ટકા રહ્યો છે, જે તમામ 6 મુખ્ય પક્ષોમાં સૌથી ઓછો છે. NCP (Sharad Pawar) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં 87 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી માત્ર 10 ઉમેદવારો જ જીતી શક્યા છે.
Karad, Maharashtra | On #MaharashtraElectionResults, NCP-SP Chief Sharad Pawar says, " We have been in public life for many years, we have never had such an experience, but now that we have, we will think about it, understand why it happened and will go in front of the people… pic.twitter.com/T7oqDe0xta
— ANI (@ANI) November 24, 2024
હું ભવિષ્યમાં ચૂંટણી નહીં લડું - શરદ પવાર
શરદ પવાર (Sharad Pawar) 84 વર્ષના છે. બારામતીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરતી વખતે, તેમણે તેમની રાજકીય નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું ભવિષ્યમાં ચૂંટણી નહીં લડું. મેં 14 વખત ચૂંટણી લડી છે. સમાજ માટે કામ કરવાની ઈચ્છા છે. શરદ પવારના નિવેદનનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે, કારણ કે જો શરદ પવાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2029 માં પણ સક્રિય થાય છે, તો તેમની ઉંમર 89 વર્ષની થઈ જશે, તો રાજકીય ક્ષેત્રને સંભાળવું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો : Jharkhand : ફાઇનલ થઈ ગયું, 28 નવેમ્બરે ઝારખંડના CM તરીકે શપથ લેશે Hemant Soren
ભત્રીજા અજિત પવારે કાકાને પાછળ છોડી દીધા...
શરદ પવારે 1958 માં કોંગ્રેસની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. તે પછી 14 વખત ચૂંટણી લડ્યા. ચાર વખત મહારાષ્ટ્રના CM અને છ વખત સાંસદ રહ્યા. છ દાયકા સુધી મહારાષ્ટ્રનું રાજકારણ શરદ પવારની આસપાસ ફરતું હતું. શરદ પવારના આશ્રય હેઠળ, તેમના ભત્રીજા અજિત પવાર રાજકીય યુક્તિઓ શીખ્યા અને મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માં પ્રદર્શનની દ્રષ્ટિએ તેમના કાકા કરતા આગળ ગયા. ભત્રીજા અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 78.85 ટકા રહ્યો છે. અજિત NCP એ 52 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 41 પર જીત મેળવી હતી.
આ પણ વાંચો : UP : Sambhal માં હિંસામાં બે લોકોના મોત, બદમાશોએ ઘરો પર પથ્થરમારો કર્યો... Video
શરદ પવારનું જીવન પરિચય...
શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940 ના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં થયો હતો. તેમનું પૂરું નામ શરદચંદ્ર ગોવિંદરાવ પવાર છે. શરદ પવારે વર્ષ 1967 માં પ્રતિભા પવાર સાથે લગ્ન કર્યા હતા. તેમની પુત્રીનું નામ સુપ્રિયા સુલે છે. વર્ષ 1958 માં યુથ કોંગ્રેસમાં જોડાયા. પુણે જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા. વર્ષ 1964 માં તેમને મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. શરદ પવાર 1967 માં માત્ર 27 વર્ષની વયે પહેલીવાર બારામતીથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 1972, 1978, 1980, 1985, 1990 માં બારામતી વિધાનસભાની ચૂંટણી જીતી.
આ પણ વાંચો : UP : Google Map પર ભરોસો કરતા પહેલા સો વાર વિચારજો, 3 ના મોત...