Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક ઉત્તરાધિકારી ન આપી શક્યા શરદ પવાર... ‘સામના’માં NCP અધ્યક્ષ પર કટાક્ષ

શિવસેનાએ સાપ્તાહિક મુખપત્ર ‘સામના’માં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવાર અંગે કટાક્ષ કરાયા છે. શિવસેનાએ પવારની ‘વટ વૃક્ષ’ સાથે તુલના કરી છે અને લખ્યું છે કે, શરદ પવાર નિશ્ચિતરૂપે રાષ્ટ્રીય નેતા છે, પરંતુ NCPને આગળ લઈને જાય તેવા...
એક ઉત્તરાધિકારી ન આપી શક્યા શરદ પવાર    ‘સામના’માં ncp અધ્યક્ષ પર કટાક્ષ

શિવસેનાએ સાપ્તાહિક મુખપત્ર ‘સામના’માં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવાર અંગે કટાક્ષ કરાયા છે. શિવસેનાએ પવારની ‘વટ વૃક્ષ’ સાથે તુલના કરી છે અને લખ્યું છે કે, શરદ પવાર નિશ્ચિતરૂપે રાષ્ટ્રીય નેતા છે, પરંતુ NCPને આગળ લઈને જાય તેવા ઉત્તરાધિકારી તૈયાર કરવામાં તેઓ અસફળ રહ્યા છે. ભાજપ દ્વારા શરદ પવારના રાજીનામા અંગે કરાયેલી ટિપ્પણીની પણ ‘સામના’માં ટીકા કરાઈ છે. સામનામાં ભાજપને પાર્ટીઓ તોડનારો પણ કહેવામાં આવ્યો છે.

Advertisement

સામનામાં શું લખાયું ?
સામના મુખપત્રમાં શિવસેના (UBT)એ કહ્યું, જ્યારે તેમણે (પવાર) સંન્યાસની જાહેરાત કરી, પાર્ટી જમીનથી હલી ગઈ અને તમામ લોકો વિચારવા લાગ્યા કે, હવે તેમનું શું થશે.ટોચના નેતાઓએ વિરોધ કર્યો અને પવારે જાહેર લાગણીઓનું સન્માન કરતા તેમનું રાજીનામું પરત લેવાની જાહેરાત કરી દીધી.અને તેમણે ત્યારબાદ પોતાનું રાજીનામું પરત પણ લઈ લીધું.આગળ તેઓ NCPને લીડ કરતા રહેશે. 4-5 દિવસથી ચાલી રહેલા ડ્રામા પરથી પરદો ઉઠી ગયો. શરદ પવારને તેમના ચાહકો સાહેબ કહે છે.

પવારે તેવું કરવાનો ઈનકાર કરી દીધો
સામનામાં એવો પણ આરોપ લગાવાયો કે, એક સમુહે ભારપૂર્વક કહ્યું હતું કે, શરદ પવારે એનસીપીને ભાજપની ટીમમાં સામેલ કરી દેવી જોઈએ અને પોતાના સહયોગીઓને ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગની હેરાનગતીથી મુક્ત કરવા જોઈએ... પરંતુ પવારે તેવું કરવાનો ઈનકાર કરી દીધો

Advertisement

આ પણ  વાંચો- વર્ષ 2027 સુધીમાં ડિઝલ ગાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો

Advertisement

Tags :
Advertisement

.