Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બકરી ઈદ પર શરમજનક કૃત્ય, બલિના બકરા પર લખ્યું RAM, પોલીસની એક્શન

આજે દેશભરમાં ઈદ (Eid ul-Adha)નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના આ તહેવારમાં કેટલાક લોકો ધાર્મિક ભાવનાઓ (religious sentiments) ને ઠેસ પહોંચાડીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ વખતે પોલીસ (Police) સંપૂર્ણ રીતે તૈયાર છે. મળી રહેલી માહિતી...
બકરી ઈદ પર શરમજનક કૃત્ય  બલિના બકરા પર લખ્યું ram  પોલીસની એક્શન

આજે દેશભરમાં ઈદ (Eid ul-Adha)નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના આ તહેવારમાં કેટલાક લોકો ધાર્મિક ભાવનાઓ (religious sentiments) ને ઠેસ પહોંચાડીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ વખતે પોલીસ (Police) સંપૂર્ણ રીતે તૈયાર છે. મળી રહેલી માહિતી અનુસાર, મુંબઈમાં બકરી ઈદ પર એક શરમજનક કૃત્ય સામે આવ્યું છે. અહીં એક માંસની દુકાનમાંથી લાવેલી બકરાના શરીર પર રામ લખવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલામાં ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

બકરા પર હિન્દુ ધાર્મિક નામ લખવામાં આવ્યું

મુંબઈમાં થયેલી આ ઘટના પર એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે, નવી મુંબઈ પોલીસે માંસની દુકાનને સીલ કરી દીધી છે. આરોપ છે કે ત્યાં બલિદાન માટે લાવવામાં આવેલા બકરા પર હિન્દુ ધાર્મિક નામ લખવામાં આવ્યું હતું. બકરાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ પોલીસને આ મામલાની જાણ થઈ હતી. સોશિયલ મીડિયા પર તસવીર સામે આવ્યા બાદ મળેલી ફરિયાદના આધારે પોલીસે ગયા શનિવારે CBD બેલાપુરમાં દુકાનને સીલ કરી દીધી હતી અને તેના માલિક સહિત 3 લોકો સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ દુકાન બંધ કરી દેવામાં આવી હતી અને માલિક અને બે કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મુદ્દે ફરિયાદને ટાંકીને અધિકારીએ કહ્યું કે, દુકાનમાં બલિદાન માટે 22 બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ એક જાનવર પર ધાર્મિક નામ છપાયેલું હતું. ફરિયાદીએ ત્રણેય આરોપીઓ પર બકરી સાથે દુષ્કર્મનો આરોપ પણ મૂક્યો છે.

શું છે આરોપીઓનું નામ?

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શફી શેખ, સાજિદ શફી શેખ અને કુય્યામ વિરુદ્ધ IPCની કલમ 295 (A) હેઠળ કલમ 34 અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે દુકાનનું લાયસન્સ રદ કરવા મહાનગરપાલિકાને પત્ર પણ લખ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat: બકરી ઈદને લઈને સરકારે 8 જેટલા આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી

આ પણ વાંચો - બકરી ઈદ પહેલા સરખેજમાંથી પશુઓની તસ્કરી કરતા 2 શખ્સો ઝડપાયા

Advertisement

Tags :
Advertisement

.