Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Udaipur માં કેમ 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરાયું...?

રાજસ્થાનના ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવ બાદ કલમ 144 લાગુ આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો પથ્થરમારા બાદ આગચંપી Udaipur : રાજસ્થાનના ઉદયપુર (Udaipur)માં સાંપ્રદાયિક તણાવ...
udaipur માં કેમ 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરાયું
  • રાજસ્થાનના ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવ બાદ કલમ 144 લાગુ
  • આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી
  • ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો
  • પથ્થરમારા બાદ આગચંપી

Udaipur : રાજસ્થાનના ઉદયપુર (Udaipur)માં સાંપ્રદાયિક તણાવ બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો

મળતી માહિતી મુજબ ગઈકાલે એટલે કે શુક્રવારે સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ વિસ્તારમાં કોમી તણાવ વધી ગયો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને ભારે પથ્થરમારો કર્યો હતો. બગડતી પરિસ્થિતિને કારણે વહીવટીતંત્રે આગામી 24 કલાક માટે ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

આ પણ વાંચો---- કોલકાતા બાદ હવે આ શહેરમાં હિંસા ભડકી,કલમ 144 લાગૂ, જાણો શું છે કારણ ?

Advertisement

ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ભટિયાણી ચોહટ્ટા વિસ્તારની સરકારી શાળામાં બની હતી. જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે પીડિત વિદ્યાર્થીને જિલ્લા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત યથાવત છે.

Advertisement

ટોળાએ પથ્થરમારો કરીને આગચંપી શરૂ કરી દીધી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ શહેરના મધુબન વિસ્તારમાં ટોળુ એકત્ર થઇ ગયું હતું અને પથ્થમારો શરુ થઇ ગયો હતો.આ દરમિયાન ટોળાએ ત્રણ-ચાર કારને આગ ચાંપી દીધી હતી. જે બાદ તણાવ વધુ વધી ગયો હતો. આ પછી પોલીસે શુક્રવારે સાંજે શહેરના બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારોની બજારો બંધ કરાવી હતી. આ દરમિયાન કેટલાક હિંસક તત્વોએ એક શોપિંગ મોલ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણી દુકાનોના કાચના દરવાજા તૂટી ગયા હતા.

વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કરીને સરકારી હોસ્પિટલની બહાર એકઠા થયેલા સેંકડો લોકોને વિખેરી નાખ્યા હતા. ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી ઝડપાઈ ગયો છે.

આ પણ વાંચો----Kolkata Rape જેવો બંગાળમાં ફરી બન્યો કિસ્સો, યુવતીનું માથુ ધડથી.....

Tags :
Advertisement

.