Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET માં થયો Scam? પેપર લીક બાદ લાગ્યો આ સૌથી ગંભીર આરોપ, NTA આપ્યું સ્પષ્ટીકરણ

Scam in NEET : પેપર લીક (Paper Leak) આ શબ્દો છેલ્લા ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવી રહ્યા છીએ. હવે NEET પરીક્ષામાં પણ પેપર લીકના સમાચાર સામે આવી રહ્યા છે. આ આપણા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector) ની કરોડરજ્જુની જેમ જ ભારતની...
11:55 PM Jun 06, 2024 IST | Hardik Shah
NEET Scam

Scam in NEET : પેપર લીક (Paper Leak) આ શબ્દો છેલ્લા ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવી રહ્યા છીએ. હવે NEET પરીક્ષામાં પણ પેપર લીકના સમાચાર સામે આવી રહ્યા છે. આ આપણા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector) ની કરોડરજ્જુની જેમ જ ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ (Toughest Exams) માંની એક છે, પરંતુ આ ક્ષેત્રોમાં પણ પેપર લીક થવા લાગ્યા હોવાની ચર્ચાઓ થવા લાગી છે. પરિક્ષા (Exam) લેવાઈ ત્યારથી આ હંગામો શરૂ થઇ ગયો છે જેના આજે પણ અટકવાના કોઇ સંકેત દેખાતા નથી. આ વર્ષે NEET પરીક્ષા યોજાઈ ત્યારથી એક પછી એક ગંભીર આરોપો લગાવવામા આવી રહ્યા છે. પહેલા પેપર લીકનો મામલો અને હવે NEET પરિણામ કૌભાંડ.

NEET માં ધાંધલી થઇ હોવાની ચર્ચા

તબીબી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે NEET જેવી અઘરી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારો આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવાનું સપનું હોય છે, જેના માટે તેઓ દિવસ-રાત મહેનત કરે છે. આ વર્ષે, NEET પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો નારાજ દેખાય છે. જણાવી દઇએ કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે 4 જૂને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, (NEET) UG 2024નું પરિણામ જાહેર કર્યું હતું. પરિણામ કટઓફ જાહેર થયા પછી, NEET ટોપર લિસ્ટ 2024 ની PDF સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. ત્યારથી, NEETના વિદ્યાર્થીઓ અને લોકોએ ટ્વિટર પર NTAને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તે ખૂબ વાયરલ થવા લાગ્યું હતું. ઉમેદવારો સોશિયલ મીડિયા હેન્ડલ પર NTA પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ટ્વિટર પર #Neet_paper_Cancel_Karo હેશટેગ સાથે સતત ટ્વિટ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે. ટ્વિટર પર આ હેશટેગ સાથે ટ્વિટનું પૂર આવ્યું છે.

પરિણામ પહેલા થઇ હતી ધરપકડ

NEET પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિણામોને શંકાના દાયરામાં રાખીને લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્વીટ અનુસાર, લોકો કહી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવી શકે, જ્યારે આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત, હરિયાણાના એક જ કેન્દ્રમાંથી 8 ઉમેદવારો બહાર આવ્યા છે, જેમણે 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી.

NTA નું સ્પષ્ટીકરણ

આપને જણાવી દઇએ કે, NEET પરીક્ષાનું પરિણામ 2024 જાહેર થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની અખંડિતતા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ વર્ષના પરિણામમાં 67 એવા વિદ્યાર્થીઓ છે જેમણે 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. પરિણામ જોયા પછી સવાલો ઉભા થયા કે આટલા બધા બાળકોને ફુલ માર્કસ કેવી રીતે આપ્યા? તે પણ નેગેટિવ માર્કિંગ હોવા છતાં? આ બધા સવાલો વચ્ચે હવે NTAનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે, જેમાં NTAએ જણાવ્યું છે કે ફુલ માર્કસ આપવા પાછળનું કારણ શું હતું. આ ઉપરાંત બોનસ માર્ક્સ અને ખોટા જવાબ માટે માર્ક્સ આપવાના પ્રશ્ન પર પણ પોતાનો પક્ષ રાખ્યો હતો.

પરિણામ ઉંચુ આવવા પાછળનું કારણ?

જણાવી દઇએ કે, જ્યારથી મેડિકલ એન્ટ્રન્સ માટે નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) દાખલ કરવામાં આવી છે, ત્યારથી કટઓફ પ્રથમ વખત આટલો ઊંચો ગયો છે. તેના જવાબમાં NTAએ કહ્યું- 'NEET કટ ઓફ ઉમેદવારોના એકંદર પ્રદર્શન પર નિર્ભર કરે છે. કટઓફ વધવાનો અર્થ એ છે કે પરીક્ષા સ્પર્ધાત્મક હતી અને વિદ્યાર્થીઓએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

NEET પેપર લીક 2024 કેસ

પરીક્ષાના દિવસે જ NEET પેપર લીક થવાના સમાચાર આવવા લાગ્યા. બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ થઈ છે, જે હજુ ચાલુ છે. પરંતુ NTAએ તે સમયે આ આરોપોને ફગાવી દીધા હતા. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું છે- NTAએ ગેરરીતિ કરનારાઓ સામે કેસ નોંધ્યા છે. કેટલાક કેસ રાજ્ય પોલીસમાં પણ નોંધાયેલા છે. જ્યાં જરૂર હોય ત્યાં, NTA આ તપાસ એજન્સીઓને NEET UG 2024 કેસની બાબતોમાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે. જો કે, આ તપાસના પરિણામો આવવાના બાકી છે. NTA પેપર લીકના કોઈપણ કેસને નકારે છે.

718 અને 719 નંબરો કેવી રીતે મળ્યા?

NEET ના કુલ માર્કસ 720 છે. દરેક પ્રશ્ન 4 ગુણનો છે. ખોટા જવાબ માટે 1 માર્ક કાપવામાં આવે છે. જો વિદ્યાર્થીને તમામ પ્રશ્નો સાચા આવે તો તેને 720 માંથી 720 મળશે. જો એક પ્રશ્નનો જવાબ નથી, તો તેમને 716 મળશે. જો તેને એક પ્રશ્ન ખોટો આવ્યો છે, તો તેને 715 મળવા જોઈએ. પરંતુ 718 કે 719 કેવી રીતે મળ્યા? આના જવાબમાં, nta.ac.in પર કહેવામાં આવ્યું છે કે - 'પંજાબ, હરિયાણા અને ચંદીગઢ હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં બાળકોએ 5 મેની પરીક્ષા દરમિયાન કેટલાક કેન્દ્રો પર સમય બગાડવાની ફરિયાદ કરી હતી. NTAને CCTV ફૂટેજ તપાસ્યા બાદ અને તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે ઉમેદવારોની ભૂલ નથી. આવી સ્થિતિમાં, 13 જૂન 2018 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે, તે બાળકોને સમયની ખોટ માટે વળતર માર્કસ આપવામાં આવ્યા હતા. 718 અને 719 મેળવનાર બે ઉમેદવારો તેમાંથી છે.

આ પણ વાંચો - NEET Result 2024 : પરીક્ષા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં રોષ! મસમોટા કૌભાંડનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો - NEET Exam Fraud: NEET પરીક્ષા કાંડમાં વધુ એક આરોપીની સંડોવણી આવી સામે

Tags :
Gujarat FirstNEETNEET ScamNEET UG 2024NTANTA AGAIN ISSUED CLARIFICATION ON THE ALLEGATIONS OF PAPER LEAK AND RIGGINGNTA CLARIFICATION ON NEET RESULTNTA explainedNTA ON NEET UGpaper-leakScam happened in NEET
Next Article