Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત

Gujarat Government : નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે
રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત
  • વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરાયા
  • કાર્યપાલક ઇજનેર તરીકે પરમાર ફરજ પર હતા
  • નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે

Gujarat Government : રાજ્ય સરકાર દ્વારા વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરાવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારી અશ્વિનકુમાર પરમારને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. તેઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં કાર્યપાલક ઇજનેર તરીકે પરમાર ફરજ નિભાવતા હતા. જોકે તેમની નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે.

Advertisement

3 મહિનાના સમયગાળા માટે પગાર અને ભથ્થા ચૂકવવામાં આવશે

Gujarat Government Employee

Gujarat Government Employee

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે અધિસુચનાથી વિભાગનું લીયન ધરાવતા અને હાલ સરકાર સરોવર નર્મદા નિગમ લિં., ગાંધીનગરના તાબા હેઠળની કાર્યપાલક ઈજનેર અશ્વિનકુમાર ધનજીભાઈ પરમારને 2002 ના નિયમ 10(4) ના આધારે તેમને સામાન્ય વહીવટ વિભાગ અને રાજ્ય સરકારના હુકમ દ્વારા ફરજ પરથી નિવૃત્ત કરવામાં આવ્યા છે. જોકે અશ્વિકુમાર પરમારને અધિસૂચના બહાર પાડ્યા પહેલા તેમને 3 મહિનાના સમયગાળા માટે પગાર અને ભથ્થા ચૂકવવામાં આવશે. જોકે રાજ્ય સરકારના નિવૃત્તિના હુકમ બાદ પણ અશ્વિનકુમાર પરમાર ખાતાકીય તપાસ તેઓની ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ-2002 ના નિયમ 23 અને 24 હેઠળની જોગવાઈ અનુસાર ચાલુ રાખશે.

Advertisement

આ પણ વાંચો: જામનગરમાં બ્લેકમેલ કરીને 21 વર્ષ યુવતી સાથે 3 નરાધમોએ મહિના સુંધી...

Advertisement
Tags :
Advertisement

.