Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન

લીંબડીમાં સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતોમાં રોષ છે. વારંવાર થતા અપમાન મુદ્દે સનાતની ધર્મના સંતો ઠરાવ કરશે. તથા સંતોના મહા સંમેલનમાં ભારતભરના સંતો જોડાશે. તેમજ સનાતન ધર્મના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર...
વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન

લીંબડીમાં સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતોમાં રોષ છે. વારંવાર થતા અપમાન મુદ્દે સનાતની ધર્મના સંતો ઠરાવ કરશે. તથા સંતોના મહા સંમેલનમાં ભારતભરના સંતો જોડાશે. તેમજ સનાતન ધર્મના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે.

Advertisement

દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત

Advertisement

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, અમદાવાદ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, લિંબડીના નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના લાલદાસ બાપુ , વડોદરાના જ્યોર્તિનાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, નાની કુંડળના અવધબિહારી દાસજી, શ્રી ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગીરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, જૂનાગઢના શેરનાથ બાપુ ઉપસ્થિત રહેશે .

Advertisement

ભીંતચિત્રો દૂર કર્યા બાદ પણ બેઠક યથાવત રહી

ભીંતચિત્રો દૂર કર્યા બાદ પણ બેઠક યથાવત રહી છે. સાધુ સંતોના 13 મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થશે. નિમ્બાર્ક પીઠ પર સનાતન ધર્મના સંતોનું મહા સંમેલન શરૂ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સાધુના વિવાદાસ્પદ નિવેદન રોકવા માંગ કરવામાં આવી છે. બેફામ વાણી વિલાસની માફી માંગે તેવી સંતોની માંગ છે. અપમાન કરનાર સામે પગલાં લેવા સંતોની માંગ છે. તેમજ સંપ્રદાયના સાધુ અપમાન નહીં કરે તેવી લેખિતમાં ખાતરી આપે.

શું  છે  સમગ્ર  મામલો 

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો દૂર કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો  જો કે વિવાદિત ભીંતચિત્રો  દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાંથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા

આ પણ  વાંચો -SALANGPUR: વિવાદિત ભીંતચિત્રોનો આવ્યો અંત, કામગીરી દરમિયાન મીડિયાને દૂર રખાયા

Tags :
Advertisement

.