Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધનતેરસના દિવસે Salman Khan ને ફરી મળી ધમકી....

સલમાન ખાનને ધન તેરસે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ મળી તેની પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવી Salman Khan Received Death Threats : લોરેન્સ બિશ્નોઇનો આતંક...
ધનતેરસના દિવસે salman khan ને ફરી મળી ધમકી
Advertisement
  • સલમાન ખાનને ધન તેરસે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી
  • બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ મળી
  • તેની પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવી

Salman Khan Received Death Threats : લોરેન્સ બિશ્નોઇનો આતંક બોલિવુડ પર મંડરાઇ રહ્યો છે. તાજેતરમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને પણ ધમકી મળી હતી અને આજે સમાચાર આવી રહ્યા છે કે બોલિવુડ અભિનેતા સલમાન ખાનને ધન તેરસે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી (Salman Khan Received Death Threats ) મળી છે. એટલું જ નહીં બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. તેને ફોન પર આ ધમકી આપવામાં આવી છે. તેની પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આરોપીનું નામ ગુફરાન જણાવવામાં આવ્યું છે.

Advertisement

ઓફિસના વોટ્સ એપ પર ઝીશાન સિદ્દીકી અને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ધમકી ઝીશાન સિદ્દીકીની બાંદ્રા પૂર્વમાં આવેલી જનસંપર્ક કચેરીમાં ગઈકાલે સાંજે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ ફોન ઓફિસની વોટ્સ એપ પર ઝીશાન સિદ્દીકી અને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. હાલમાં ઓફિસના કર્મચારી ઝીશાન સિદ્દીકીએ આપેલી ફરિયાદના આધારે નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો----Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

Advertisement

20 વર્ષના ઉંમરના ગુફરાન ઉર્ફે તૈયબની ધરપકડ

હાલમાં આ કેસમાં 20 વર્ષના યુવકની પોલીસે નોઈડાથી ધરપકડ કરી છે અને હજુ સુધી પૂછપરછ દરમિયાન તેનો કોઈ ગેંગ સાથે સંપર્ક થયો નથી. મુંબઈ પોલીસ બાંદ્રાથી નોઈડા આવી હતી અને નોઈડાના સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 106માંથી આશરે 20 વર્ષના ઉંમરના ગુફરાન ઉર્ફે તૈયબની ધરપકડ કરી હતી. તે બરેલીનો રહેવાસી છે. જાણવા મળે છે કે થોડા દિવસો પહેલા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી અને 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આરોપીની ઝારખંડથી ધરપકડ કરી હતી.

બાબા સિદ્દીકીને ગોળી મારી હતી

દશેરાના દિવસે ઝીશાન સિદ્દીકીના પિતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. સાથે જ સલમાન ખાનને પણ સતત ધમકીઓ મળી રહી છે. તે હાલમાં y+ સુરક્ષામાં છે જ્યાં તેને 3 સ્તરોમાં સુરક્ષા આપવામાં આવી રહી છે.

સલમાન ખાન ઉંઘી શકતો ન હતો

તાજેતરમાં, અહેવાલો સામે આવ્યા હતા કે જ્યારે સલમાન ખાનના નજીકના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે અભિનેતા ખૂબ જ ટેંશનમાં હતો. તે એટલો ચિંતિત હતો કે તે આખી રાત સૂઈ શક્યો નહીં. બાબાનો દીકરા ઝીશાનને સતત ફોન કરી રહ્યો હતો.

સલમાન ખાન જોખમો વચ્ચે સતત કામ કરી રહ્યો છે

સુરક્ષાના જોખમો વચ્ચે પણ સલમાન ખાન સતત કામ કરી રહ્યો છે. એક તરફ તે બિગ બોસ 18નું શૂટિંગ કરી રહ્યો છે તો બીજી તરફ ફિલ્મ સિકંદર પર પણ કામ ચાલી રહ્યું છે. દરમિયાન નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં તે દબંગ ટૂર માટે દુબઈ જવા રવાના થશે. જ્યાં તેની સાથે સોનાક્ષી સિંહાથી લઈને તમન્ના ભાટિયા પણ પરફોર્મ કરશે.

આ પણ વાંચો----સુરક્ષા માટે Salman Khan એ દુબઇથી ખાસ બુલેટ પ્રુફ કાર મંગાવી

Tags :
Advertisement

Trending News

.

×