Salman Khan ના જન્મદિવસની ઉજવણી માટે અંબાણી પરિવારે ખાસ જશ્નનું કર્યું આયોજન
- સલમાનની જેમ આયતનો જન્મદિવસ પણ 27 મી ડિસેમ્બરે
- બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માની દીકરી છે
- આ ફિલ્મ 2025 ની ઈદ પર રિલીઝ થઈ રહી છે
Salman Khan birthday celebration : Actor Salman Khan એ 27 ડિસેમ્બરે 2024 ના દિવસે 59 વર્ષનો થયો છે. બોલીવૂડના દરેક કાલાકારોએ તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે જન્મદિવસના પછીના દિવસે તે ગુજરાતના જામનગર પહોંચ્યો હતો. જોકે ભાઈજાને સૌથી પહેલા પોતાના ઘરે કેક કાપી હતી. જે બાદ તેઓ તેમના પરિવાર સાથે જામનગર જવા રવાના થયા હતા. ત્યાં અનંત અંબાણીએ વંટારામાં તેમના માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે તેમના મિત્રો અને પરિવાર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.
સલમાનની જેમ આયતનો જન્મદિવસ પણ 27 મી ડિસેમ્બરે
ત્યારે Salman Khanના જામનગરમાંથી અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. પરંતુ, ભાઈજાન એક પણ વીડિયોમાં જોવા મળ્યો ન હતો. હવે તેનો પહેલો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પોતાના જન્મદિવસની કેક કાપતો જોવા મળી રહ્યો છે. તેના ખોળામાં તેની ભત્રીજી આયત છે. કાકા અને ભત્રીજીએ સાથે મળીને કેક કાપી હતી. સલમાનની જેમ આયતનો જન્મદિવસ પણ 27 મી ડિસેમ્બરે આવે છે.
View this post on Instagram
આ પણ વાંચો: Priyanka Chopra એ 6 વર્ષ બાદ બોલીવૂડમાં પરત ફરશે, આ ફિલ્મનો લીડ રોલ મળ્યો
બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માની દીકરી છે
આયત સલમાનની નાની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માની દીકરી છે. આયુષે તેની પુત્રી માટે તેના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર આયતની તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું, “મારી નાની રાજકુમારીને 5 માં જન્મદિવસની શુભેચ્છા. તમને મોટા થતા જોઈને મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. હું તમને મેળવીને ખૂબ જ ધન્ય અનુભવું છું.
આ ફિલ્મ 2025 ની ઈદ પર રિલીઝ થઈ રહી છે
View this post on Instagram
જોકે જન્મદિવસ સિવાય Salman Khan તેની આગામી ફિલ્મ સિકંદર માટે પણ ચર્ચામાં છે. આજે તેના જન્મદિવસના બીજા દિવસે તેણે તેની આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. ચાહકો લાંબા સમયથી ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. એઆર મુરુગાદોસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2025 ની ઈદ પર રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: Pakistani Actress Hania Aamir અને તેની ટીમને અમેરિકન ઈવેન્ટમાં પડી માર!