Vinesh Phogat ની સન્યાસ પર સાક્ષી મલિકે આપી પ્રથમ પ્રતિક્રિયા,જાણો શું કહ્યું
- વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી
- નિવૃત્તિ પર રેસલર સાક્ષી મલિકની પ્રતિક્રિયા આપી
- ફાઇનલમાં પહોંચવા છતાં વધુ વજનના કારણે બહાર થઈ હતી
Vinesh Phogat:પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચવા છતાં વધુ વજનના કારણે બહાર થઈ ગયેલી અનુભવી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat)કુસ્તીમાંથી (wrestling) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે કહ્યું છે કે તેની હિંમત તૂટી ગઈ છે. હવે રેસલર સાક્ષી મલિકે તેને પ્રોત્સાહિત કરી છે. તેમણે વિનેશ ફોગટની ભાવનાને પણ સલામ કરી હતી.
શું કહ્યું હતુ વિનેશ ફોગાટે
અગાઉ, વિનેશ ફોગાટે તેના X હેન્ડલ દ્વારા કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જ્યાં તેણે લખ્યું હતું, "મા, કુસ્તી મારાથી જીતી છે, હું હારી ગઈ છુ,માફ કરશો, તમારું સ્વપ્ન, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. તમારી ક્ષમા માટે હું હંમેશા તમારા બધાનો ઋણી રહીશ.
આ પણ વાંચો -Vinesh Phogat એ કુસ્તીને કહ્યું અલવિદા,માતાને કહેલા શબ્દો વાંચી હૈયું ભરાઈ જશે
શું પ્રતિક્રિયા આપી સાક્ષી મલિકે
સાક્ષી મલિકે તેના X હેન્ડલ દ્વારા કહ્યું કે,વિનેશ તમે હાર્યા નથી,તું જેના માટે લડી અને જીતી તે દરેક દીકરી હારી છે. આ સમગ્ર ભારત દેશની હાર છે. દેશ તમારી સાથે છે. એક ખેલાડી તરીકે તેના સંઘર્ષ અને જુસ્સાને સલામ છે.
विनेश तुम नहीं हारी हर वो बेटी हारी है जिनके लिए तुम लड़ी और जीती।
ये पूरे भारत देश की हार है 😭
देश तुम्हारे साथ है। खिलाड़ी के तौर पे उनके संघर्ष और जज्बे को सलाम 🙏🫡@Phogat_Vinesh https://t.co/8W5MpdYUvD— Sakshee Malikkh (@SakshiMalik) August 8, 2024
આ પણ વાંચો -Vinesh Phogat નામે છે આ રેકોર્ડ,વિવાદો સાથે રહી ચર્ચામાં
હરિયાણા સરકાર કરશે સન્માન
હરિયાણાની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થયા બાદ નિવૃત્તિ લઈ લીધી છે. વિનેશે X (અગાઉ ટ્વિટર) પર આની જાહેરાત કરી હતી. આ સાથે જ હરિયાણા સરકારે વિનેશનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. સીએમ નાયબ સૈનીએ વિનેશને વધુ 1.5 કરોડ રૂપિયાથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટ પોતાના વજનની કેટગરી કરતા વધુ વજન હોવાથી બહાર થઈ ગઈ છે પરંતુ આ સ્થિતિમાં હવે તેણે ઓલિમ્પિકમાં જે જુુસ્સો બતાવ્યો તેની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે.