મહારાષ્ટ્રમાં ભાજપને મદદ કરવા RSS મેદાનમાં....
- મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં ભાજપની પડખે આવ્યું આરએસએસ
- સંઘ 'સજગ રહો' નામનું અભિયાન ચલાવી રહ્યું છે
- સંઘ માને છે કે હિન્દુઓ જાતિના આધારે વિભાજિત થાય છે
- મહારાષ્ટ્રમાં સેંકડો સભાઓનું આયોજન કરીને આ અભિયાનને લાગુ કરવામાં વ્યસ્ત
RSS : મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મહાયુતિ અને મહા અઘાડી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. એક તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને લઈને પીએમ મોદીથી લઈને સમગ્ર ભાજપ સુધી બધા એકમત થઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકસભા ચૂંટણીની જેમ બંધારણ અને અનામત જેવા મુદ્દા ઉઠાવીને સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, એવી ચર્ચા છે કે RSS ભાજપની વાપસી માટે હિન્દુ મતોના એકત્રીકરણ માટે સતત ફિલ્ડમાં કામ કરી રહ્યું છે.
સંઘ 'સજાગ રહો' નામનું અભિયાન ચલાવી રહ્યું છે
આરએસએસ તેના 65 થી વધુ સંલગ્ન સંગઠનોની મદદથી વિધાનસભા ચૂંટણીમાં હિન્દુત્વની ધારને વધુ તીક્ષ્ણ બનાવવા માટે કામ કરી રહ્યું છે. સંઘ પહેલાથી જ સીએમ યોગી આદિત્યનાથના એ નિવેદન પર સહમત થઈ ચુક્યું છે કે બટેગેં તો કટેંગે... હવે સંઘ આ સૂત્રને લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હિંદુ મતોને ભાજપની તરફેણમાં એકત્ર કરવા માટે સંઘ 'સજગ રહો' નામનું અભિયાન ચલાવી રહ્યું છે.
આ પણ વાંચો----Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video
યોગીના નારા પર પીએમ મોદીની મહોર
સીએમ યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગે..વાળા નિવેદનથી એક પગલું આગળ વધારતા કેપીએમ મોદીએ શુક્રવારે ધુલેમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જો એક છીએ છે, તો સુરક્ષિત છીએ. ભાજપ અને સંઘ માને છે કે માલેગાંવમાં મુસ્લિમ મતોની એકતાના કારણે ભાજપ લોકસભા ચૂંટણી હારી ગયું હતું. આવી સ્થિતિમાં ભાજપ અને સંઘ મહારાષ્ટ્રના હિંદુઓને બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહાર સાથે જોડીને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને સંઘ હિન્દુઓને આ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક થઈને જ તમે સુરક્ષિત રહી શકો છો.
જાણો શું છે સજગ અભિયાન
જો સંઘ પરિવારની વાત માનીએ તો સજગ રહો અભિયાનનો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નથી. બલ્કે, આ અભિયાન દ્વારા તેઓ હિન્દુઓના જાતિવિભાજનને ખતમ કરવા માંગે છે. બીજેપી અધિકારીએ કહ્યું કે સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠનો મહારાષ્ટ્રમાં સેંકડો સભાઓનું આયોજન કરીને આ અભિયાનને લાગુ કરવામાં વ્યસ્ત છે. સંઘ માને છે કે હિન્દુઓ જાતિના આધારે વિભાજિત થાય છે, જ્યારે મુસ્લિમો તેમના મતભેદો ભૂલીને ચૂંટણીમાં સાથે મળીને મતદાન કરે છે, જેથી ભાજપને હરાવી શકાય.
આ સંસ્થાઓ સંઘને મદદ કરી રહી છે
સંઘના આ પ્રયાસમાં ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિણી સેવાભાવી જેવી સંસ્થાઓ સામેલ છે. સંઘ સમગ્ર મહારાષ્ટ્રમાં કોંકણ, દેવગિરી, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભના ચાર પ્રાંતોમાં આ અભિયાન દ્વારા હિન્દુઓને એક કરવામાં વ્યસ્ત છે. આ માટે બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
આ પણ વાંચો----ધુલેમાં PM Modi ગર્જ્યા..એક છો તો સેફ છો....