Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RR VS GT : ગુજરાતની ટીમે કર્યો રાજસ્થાનનો કિલ્લો ફતેહ, કરામતી ખાન રહ્યા GT ના નાયક

IPL 2024 ની 24 મી મેચમાં વર્ષ 2022 ના બે ફાઇનલિસ્ટ GT અને RR ફરી એક વખત આમને સામને આવ્યા હતા. આ કાંટેદાર મુકાબલામાં ગુજરાતની ટીમે અંતે બાજી મારી છે. ગુજરાત ટાઈટન્સની ટીમે આ રોમાંચક મેચમાં અંતિમ બોલમાં ચાર રન...
rr vs gt   ગુજરાતની ટીમે કર્યો રાજસ્થાનનો કિલ્લો ફતેહ  કરામતી ખાન રહ્યા gt ના નાયક

IPL 2024 ની 24 મી મેચમાં વર્ષ 2022 ના બે ફાઇનલિસ્ટ GT અને RR ફરી એક વખત આમને સામને આવ્યા હતા. આ કાંટેદાર મુકાબલામાં ગુજરાતની ટીમે અંતે બાજી મારી છે. ગુજરાત ટાઈટન્સની ટીમે આ રોમાંચક મેચમાં અંતિમ બોલમાં ચાર રન ફટકારી 3 વિકેટથી વિજય મેળવ્યો છે. રાશિદ ખાન અને રાહુલ ટેવતીયાની જોડીએ ગુજરાતને આ મેચમાં જીત અપાવી છે. આ મેચમાં GT  એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા અને GT ને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Advertisement

સંજુ સેમસન અને રિયાન પરાગની તૂફાની પારી

રાજસ્થાનના આંગણે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા RR એ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે  સંજુ સેમસન (68*) અને રિયાન પરાગે (76) અડધી સદી ફટકારી હતી. રાજસ્થાનની ટીમ આ બને બેટ્સમેનના યોગદાનના કારણે 196 રનના સ્કોર સુધી પહોંચી હતી, ગુજરાતની ટીમ તરફથી આ મેચમાં ઉમેશ યાદવ, મોહિત શર્મા અને રાશિદ ખાને 1-1 સફળતા મેળવી હતી.

Advertisement

કપ્તાન શુભમન ગિલ - CAPTAIN LEADING FROM THE FRONT

ગુજરાતની ટીમ જ્યારે રાજસ્થાન દ્વારા સેટ કરાયેલ લક્ષ્યાંકનો પીછો કરવા માટે મેદાનમાં આવી ત્યારે ગુજરાતના કપ્તાન શુભમન ગિલ અને સાઈ સુદર્શને સારી શરૂઆત આપવી હતી. બને પ્લેયર્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ મેથ્યુ વેડ, અભિનવ મનોહર અને વિજય શંકર કઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા. પરંતુ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 163.64ની સ્ટ્રાઈક રેટથી 72 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

Advertisement

રાશિદ ખાન બન્યા મેચના નાયક

ઉપરાંત અંતમાં અંતમાં રાશિદ ખાન અને રાહુલ તેવટીયાએ ગુજરાતને જીત સુધી પહોંચાડ્યું હતું. રાહુલે મેચમાં નીચલા ક્રમમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 11 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તે છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો પરંતુ જીતના અસલી નાયક ગુજરાત માટે રાશિદ ખાન રહ્યા હતા તેણે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી. તે 11 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. બોલિંગમાં પણ તેણે કમાલ બતાવી હતી અને પોતાના 4 ઓવરના ક્વોટામાં 4.5ની ઈકોનોમી સાથે 18 રન આપીને 1 સફળતા હાંસલ કરી હતી.

આ પણ વાંચો : RR VS GT : ગુજરાતની ટીમે કર્યો રાજસ્થાનનો કિલ્લો ફતેહ, કરામતી ખાન રહ્યા GT ના નાયક

Tags :
Advertisement

.