ઇઝરાયેલ પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું, હું આતંકવાદ સામેની લડાઇમાં ઉભો છું
હમાસ (Hamas) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગુરુવારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઇઝરાયેલ પહોંચી ચુક્યા છે. ઈઝરાયેલની રાજધાની પહોંચેલા યુકેના પીએમ ઋષિ સુનકે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે હું ઇઝરાયેલની સાથે છું અને આતંકવાદની સામે ઉભો છું.
આતંકવાદ સામેની લડાઇમાં આજે અને હંમેશા તમારી સાથે
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઇઝરાયેલની રાજધાની તેલઅવિવ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હું ઇઝરાયેલમાં છું. એક દેશ જે અત્યારના સમયમાં શોકમાં છે, તેમના દુખમાં હું પણ દુખી છું અને આતંકવાદ સામેની લડાઇમાં આજે અને હંમેશા તમારી સાથે છું
ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા
ત્યારબાદ પીએમ ઋષિ સુનાકે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી છે અને હાલ તેમની સાથે ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છે.
ઈરાન પર નવા પ્રતિબંધો
બીજી તરફ એક મહત્વના ડેવલપમેન્ટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે અમેરિકા ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો અને યુએવી પર પ્રતિબંધ લાદી રહ્યું છે.
ઇસ્લામિક જેહાદ'ને જવાબદાર ગણાવવાના ઇઝરાયેલના દાવાને સ્વીકાર્યો
ઉલ્લેખનિય છે કે યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે કહ્યું હતું કે તેમણે જે જોયું તેના આધારે એવું લાગે છે કે ગાઝા હોસ્પિટલમાં ઘાતક વિસ્ફોટ 'અન્ય કોઈ ટીમ' દ્વારા કરવામાં આવ્યો હતો, ઇઝરાયેલી સૈન્ય દ્વારા નહીં. બિડેને વિસ્ફોટ માટે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ 'ઇસ્લામિક જેહાદ'ને જવાબદાર ગણાવવાના ઇઝરાયેલના દાવાને સ્વીકાર્યો હતો.
વિસ્ફોટથી હું દુઃખી
તેમણે એમ પણ કહ્યું કે અહીં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાત દરમિયાન તેમણે મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે નેતન્યાહુને કહ્યું, “ગાઝાની હોસ્પિટલમાં ગઈકાલે થયેલા વિસ્ફોટથી હું દુઃખી અને વ્યથિત છું. મેં જે જોયું તેના આધારે, એવું લાગે છે કે અન્ય ટીમે તે કર્યું છે, તમે નહીં. બિડેને કહ્યું કે ઘણા લોકો એવા છે જેઓ ખાતરીપૂર્વક જાણતા નથી કે ગાઝાના મધ્યમાં સ્થિત અલ-બકરાહમાં શું થયું હતું.
આ પણ વાંચો---અમેરિકી સંસદમાં ઘૂસીને યહૂદી સંગઠનોએ કર્યું વિરોધ પ્રદર્શન, જાણો શું કરી માંગ