ઘટસ્ફોટ! લંડનમાં ISI એ રચ્યું હસીના સરકારને ઉથલાવવાનું ષડયંત્ર
- પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશને અસ્થિર કરવાનું કાવત્રું
- સોશિયલ મીડિયાનો હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવ્યો
- ISI અને બાંગ્લાદેશની BNP પાર્ટી મળીને સમગ્ર કાવત્રાને અંજામ આપ્યો
Bangladesh Political Crisis Update: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વિરોધી પ્રદર્શન વચ્ચે પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. તેઓ પોતાનો દેશ છોડીને ભારત પહોંચી ચુક્યા છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણમાં અત્યાર સુધી 300 લોકોનાં મોત થઇ ચુક્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ છે. યુકેએ તેમની સુરક્ષાને જોતા ચિંતા વ્યક્ત કરી હતી. હવાલો ટાંક્યો હતો કે, હિંસાની સંભાવિત તપાસ તેમની વિરુદ્ધ થઇ રહી છે. તેવામાં સુરક્ષા શક્ય નથી.
વાંચો : Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર, 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
બાંગ્લાદેશમાં પાકિસ્તાને હિંસા ફેલાવી હોવાનો ઘટસ્ફોટ
Bangladesh Political Crisis: બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના સરકાર પડી ભાંગવા પાછળનો મુખ્ય ચહેરો બહાર આવી ચુક્યો છે. શું સાચે જ આ ષડયંત્ર હતું? શેખ હસીનાને સત્તામાંથી બેદખલ કરવાની પાછળ આખરે આશા શું હતી? જે અંગે ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તેમની સરકાર પડી ભાંગવા પાછળ પાકિસ્તાન અને ચીનનો હાથ છે. ISI એ પ્લાનિંગ હેઠળ બાંગ્લાદેશની સરકારને તોડી પાડી છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ કાવત્રા પાછળ પાકિસ્તાન અને આઇએસઆઇની મંશા વિપક્ષી દળ BNP ને ફરી સત્તામાં લાવવાનું હતું. જેને પાકિસ્તાની સમર્થન ગણવામાં આવે છે.
વાંચો : Morbi: હાર્ડવેર વેપારીએ પોતાના પરિવાર સાથે જીવનલીલા સંકેલી, બે દિવસ પહેલા હતો પુત્રનો જન્મદિવસ
BNP દ્વારા ISI સાથે હાથ મિલાવીને ષડયંત્ર રચવામાં આવ્યું
દાવો કરવામાં આવ્યો છે કે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યવાહક પ્રમુખ તારિક રહેમાને સઉદી અરબમાં ISI અધિકારીઓ સાથે બેઠક કરી છે. તારિક ખાલિદ જિયાના પુત્ર છે. જેમના અંગે પુરાવા હોવાની વાત સામે આવી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડયા હેંડલ એક્સ પર બાંગ્લાદેશમાં હિંસાને ભડકાવનારી પોસ્ટ સતત અપલોડ કરવામાં આવતી રહી. જેથી હિંસામાં વધારો થાય અને સરકાર અસ્થિર બને. 500 થી વધારે નેગેટિવ પોસ્ટ કરવામાં આવી છે. તેની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે.
વાંચો :Paris Olympic 2024 : વિનેશની સફળતા પર બજરંગ પુનિયાએ શું આપી પ્રતિક્રિયા?
વિરોધને અયોગ્ય રીતે ફાયદો ઉઠાવવામાં આવ્યો
માનવામાં આવી રહ્યું છે કે, તારિક અને ISI એજન્ટ્સની મીટિંગ દરમિયાન જ સંગઠિત કરવાનું કાવતરું રચવામાં આવ્યું. ત્યાર બાદ ISI એ લંડનમાં હિંસા ભડકાવવાનું તમામ આયોજન કરવામાં આવ્યું. પાકિસ્તાની સેનાના અનેક અધિકારી કાવત્રામાં સંડોવાયેલા હતા. ત્યાર બાદ વિદ્યાર્થી આંદોલનને લૂંટફાટ અને હિંસક બનાવવામાં આવ્યું. પોલીસ પર હુમલા બાદ પ્રદર્શનકારીઓ વધારે ઉગ્ર બન્યા. જેના કારણે વધારે મૃત્યુ ફાયરિંગના કારણે થયા. જેના કારણે શેખ હસીનાના રાજીનામું આપીને દેશ છોડીને ભાગવું પડ્યું. સરકારી નોકરીમાંથી અનામત પ્રણાલીના વિરોધથી શરૂ થયેલો વિરોધ આખરે સરકાર પડી ભાંગી તે હદ સુધી હિંસક બન્યો હતો. પીએમ પર રાજીનામાનું દબાણ બાંગ્લાદેશી સૈન્યને પોતાની સાથે કરવા સુધી તમામ એક કાવત્રાનો જ હિસ્સો હતો.
વાંચો :એર ઇન્ડિયાની ઢાકા ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઈ પણ ગ્રાહકો માટે...