Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Telangana Oath Ceremony: વિશાળ જનમેદનીની હાજરીમાં રેવંત રેડ્ડીએ લીધા CM પદના શપથ, સોનિયા-રાહુલ ગાંધી રહ્યા ઉપસ્થિત

કોંગ્રેસ નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ આજે તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનમેદની, શહીદોના પરિવારજનો અને કોંગ્રેસના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં રેવંત રેડ્ડીએ સીએમ પદ અને...
04:11 PM Dec 07, 2023 IST | Vipul Sen

કોંગ્રેસ નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ આજે તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનમેદની, શહીદોના પરિવારજનો અને કોંગ્રેસના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં રેવંત રેડ્ડીએ સીએમ પદ અને ગોપનીયતાના શપથ લીધા.

કોંગ્રેસના ટોચના નેતાઓ રહ્યા હાજર

રાજ્યપાલ તમિલિસાઈ સૌંદર્યરાજને રેવંત રેડ્ડીને શપથ લેવડાવ્યા હતા. જ્યારે કાંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમ અરકાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લાધા છે. આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના પ્રમુખ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે તેલંગાના રાજ્ય અમલા નાયકોના પરિવાર પણ હાજર રહ્યા હતા. રાજ્યભરથી મોટી સંખ્યામાં તેલંગાણાના લોકો અને કોંગ્રેસના નેતા એલબીનગર સ્ટેડિયમ પહોંચ્યા હતા અને રેવંત રેડ્ડીના શપથગ્રહણ સમારોહને નિહાળ્યો હતો અને લોકતાંત્રિક સરકારની સ્થાપનાનું સમર્થન કર્યું હતું.

11 મંત્રીઓએ પણ લીધા શપથ

આ કાર્યક્રમમાં રેવંત રેડ્ડીની સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા હતા, જેમાં ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદરા રાજનરસિમ્હા, કોમાટી રેડ્ડી વેંકટ રેડ્ડી અને ડી. શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, તુમ્માલા નાગેશ્વર રાવ, સીતાક્કા, કોંડા સુરેખા, જુપલ્લી કૃષ્ણ રાવ અને પોન્નમ પ્રભાકરે તેલંગાણાના મંત્રી તરીકે શપથ લીધા હતા. 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રેવંત રેડ્ડીએ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનનું નામ બદલીને ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રજાભવન રાખવામાં આવશે. જ્યારથી કોંગ્રેસ રાજ્યમાં સત્તામાં આવી છે કેટલાક લોકો બેરિકેડ હટાવવાની અપીલ કરી રહ્યા છે, જેના કારણે રાહદારીઓને રસ્તાની વચ્ચે ચાલવાની ફરજ પડી હતી અને વાહનો સાથે અથડાવાનો ભય હતો.

 

આ પણ વાંચો- RAJASTHAN: બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, સીએમ બનવાની અટકળોએ પકડ્યું જોર!

Tags :
Bhatti VikramarkaCongressrahul-gandhiRevanth ReddyRevanth Reddy Oath CeremonySonia GandhiTelanganaTelangana Oath Ceremony
Next Article