Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશભક્તિના ગીત ઉપર ડાંસ કરતા રિટાયર્ડ આર્મીમેનને આવ્યો HEART ATTACK...

ARMY MAN HEART ATTACK DEATH : અત્યારના સમયમાં હાર્ટ એટેકની ( HEART ATTACK ) ઘટના ખૂબ જ સામાન્ય બની ગઈ છે. હવે ઉંમર લાયક જ નહીં પરંતુ યુવા વર્ગના લોકો પણ આ હુમલાનો શિકાર બની રહ્યા છે. હવે તાજેતરમાં જ...
03:11 PM Jun 01, 2024 IST | Harsh Bhatt

ARMY MAN HEART ATTACK DEATH : અત્યારના સમયમાં હાર્ટ એટેકની ( HEART ATTACK ) ઘટના ખૂબ જ સામાન્ય બની ગઈ છે. હવે ઉંમર લાયક જ નહીં પરંતુ યુવા વર્ગના લોકો પણ આ હુમલાનો શિકાર બની રહ્યા છે. હવે તાજેતરમાં જ એક આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના એમ છે કે, મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં યોગ ક્લાસમાં પરફોર્મ કરતી વખતે એક સૈનિકનું મૃત્યુ થયું હતું. જ્યારે સૈનિકનું મૃત્યુ થયું ત્યારે તે યોગા ક્લાસમાં હાથમાં ત્રિરંગો લઈને મા તુઝે સલામ ગીત ગાતા હતા. પર્ફોર્મન્સ દરમિયાન પ્રેક્ષકોમાં રહેલા લોકો મા તુઝે સલામના સૂરો સાથે દેશભક્તિનો સંદેશ આપી રહ્યા હતા. અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને સ્ટેજ પર જ બેભાન થઈને પડી ગયા....

દેશભક્તિના ગીત ઉપર પર્ફોમન્સ કરતાં આવ્યો હાર્ટ એટેક

કેમ કે તેમને હાર્ટ એટેક ( HEART ATTACK ) આવવાના સમયે તેઓ ડાંસ કરી રહ્યા રહ્યા હતા, તે માટે આ દરમિયાન કોઈને સમજાયું નહીં કે નિવૃત્ત સૈનિક બલવિંદર સિંહ છાબરા મૃત્યુ પામ્યા છે. આથી યોગ કેન્દ્રના તમામ શ્રોતાઓ અને તાલીમાર્થીઓ લાંબા સમય સુધી ગીત પર તાળીઓ પાડતા રહ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર્વ સૈનિક મંચ પર પર્ફોમન્સ કરતા કરતા ઢળી પડે છે. દેશ ભક્તિનું ગીત વાગી રહ્યું છે. અને સાથે લોકો આને પૂર્વ સૈનિકના પર્ફોમન્સનો એક ભાગ ગણીને તાળીઓ વગાડતા રહ્યા. મોટી વાત એ છે કે, જ્યારે તે સ્ટેજ પર નીચે પડ્યો ત્યારે તેમના હાથમાં ત્રિરંગો હતો. આ પછી તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અંતિમ સંસ્કાર પહેલા પરિવારજનો એ અંગદાન કર્યું

અહી નોંધનીય છે કે, આ ઘટના બાદ શોકગ્રસ્ત પરિવારે બલવિંદર સિંહ છાબરાની અંતિમ ઈચ્છા મુજબ અંતિમ સંસ્કાર પહેલા તેમની આંખો, ત્વચા અને અન્ય અંગોનું દાન કર્યું છે. વાસ્તવમાં, બલવિંદર સિંહ જે યોગ કેન્દ્ર પર પરફોર્મન્સ આપી રહ્યા હતા, ત્યાં અગ્રસેન ધામ ફૂટી કોઠી ખાતે આસ્થા યોગ ક્રાંતિ અભિયાન દ્વારા મફત યોગ શિબિરનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિક બલવિંદર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Pune Car Accident Case : હવે 17 વર્ષીય આરોપીની માતાની પણ ધરપકડ કરાઈ, જાણો શું લાગ્યો આરોપ

Tags :
DEATH ON STAGEEX ARMY MANEX ARMY MAN DEATHheart-attackIndia NewsindoreMadhya PradeshMPViral Newsviral videoYOGA CENTRE
Next Article