Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM : કરોડો નાગરિકોની આશા-અપેક્ષા સંતોષનારું બજેટ

CM  : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (NARENDRA MODI) ના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન (NRMALA SITHARAMAN) એ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ (central budget) ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી CM ભુપેન્દ્ર પટેલે વ્યકત કર્યો...
cm   કરોડો નાગરિકોની આશા અપેક્ષા સંતોષનારું બજેટ

CM  : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (NARENDRA MODI) ના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન (NRMALA SITHARAMAN) એ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ (central budget) ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી CM ભુપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે.

Advertisement

સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ

લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે તેમ તેમણે જણાવ્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યુ કે આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં ૨ કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. એટલું જ નહિ, સોલર રૂફટોપની નવી યોજનાથી ૧ કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

Advertisement

નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતુ જનહિતકારી બજેટ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ છે કે આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતુ જનહિતકારી બજેટ છે.આશા વર્કર/આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યુ હતું.

Advertisement

ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્ષ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલો નિર્ણય આવકારદાયક છે.

અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના આ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી, નાણામંત્રીશ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

આ પણ વાંચો----BUDGET FOCUS : PM MODI ની આ ચાર ‘કોમ્યુનિટી’ પર નાણાં મંત્રીનું ખાસ ફોકસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.