Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB VS PBKS : કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે ગબ્બર ધવનની પંજાબ સાથે, જાણો શું હશે મેચના હાલ

IPL 2024 સીઝનની છઠ્ઠી મેચ આજે બેંગલુરુના મેદાન પર રમાવનારી છે. આ મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગબ્બર શિખર ધવનની પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમો સામસામે ટકરાશે. પંજાબની કેપ્ટનશીપ ગબ્બર નામથી પ્રખ્યાત શિખર ધવનના હાથમાં છે, ત્યારે...
08:58 AM Mar 25, 2024 IST | Harsh Bhatt

IPL 2024 સીઝનની છઠ્ઠી મેચ આજે બેંગલુરુના મેદાન પર રમાવનારી છે. આ મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગબ્બર શિખર ધવનની પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમો સામસામે ટકરાશે. પંજાબની કેપ્ટનશીપ ગબ્બર નામથી પ્રખ્યાત શિખર ધવનના હાથમાં છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાની ફેફ ડુ પ્લેસીસ છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.જ્યારે ફાફ ડુ પ્લેસિસ આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. RCB આજે આ મેચ જીતીને પોતાની જીતનું ખાતું ખોલવા માંગશે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ હશે.

RCB ના હોમ ગ્રાઉંડ ઉપર પ્રથમ મેચ

IPL 2024 ની પ્રથમ મેચમાં CSK અને RCB સામે સામે આવ્યા હતા ત્યારે તે મેચમાં ધોનીના CSK સામે RCB ની હાર થઈ હતી. જ્યારે PBKS તેમની પ્રથમ મેચમાં DC જીતવામાં સફળ રહ્યા હતા. PBKS તેમની પ્રથમ જીત બાદ ઉત્સાહમાં હશે જ પરંતુ આ મેચ RCB ના હોમ ગ્રાઉંડ ઉપર રમાશે તે માટે તેમનું પલડું ભારે હશે તે ચોક્કસ છે.

HEAD TO HEAD ( RCB VS PBKS )

IPL માં બેંગ્લોર અને પંજાબ 31 મેચમાં આમને-સામને આવી ચૂક્યા છે . આ 31 રમતોમાંથી બેંગ્લોરે 14 માં જીત મેળવી છે જ્યારે પંજાબે 17 મેચમાં વિજય મેળવ્યો છે. આમને સામને મુકાબલામાં પંજાબ આગળ છે, છત્તા કહી શકાય કે બંને ટીમો પાસે એક જીતવા માટે સમાન તક છે.

RCB VS PBKS TOTAL MATCHES PLAYED : 31

PBKS WON : 14

RCB WON : 17

PICH REPORT ( M Chinnaswamy Stadium, Bengaluru )

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઐતિહાસિક રીતે વર્ષોથી બેટિંગ-ફ્રેન્ડલી વિકેટ રહ્યું છે અને તે તેના સ્વભાવ પ્રમાણે સાચું રહ્યું છે. બોલ ઝડપથી બેટ પર આવે છે અને  તે સ્ટ્રોકપ્લેને સરળ બનાવે છે. 200 થી વધુનો સ્કોર નિયમિતપણે આ પિચમાં કરવામાં આવ્યો છે અને તેનો પીછો કરવામાં આવ્યો છે. આ આઈપીએલમાં શ્રેષ્ઠ બેટિંગ ફ્રેન્ડલી સ્થળોમાંનું એક છે.

M Chinnaswamy Stadium માં IPL મેચ રમાઈ  : 88

પ્રથમ બેટિંગ કરીને જીત :  37

બીજા દાવમાં બેટિંગ કરીને જીત : 47

RCB vs PBKS: સંભવિત પ્લેઇંગ XI

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( RCB ) : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (ડબલ્યુકે), કર્ણ શર્મા, અલઝારી જોસેફ/લોકી ફર્ગ્યુસન, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ

ઈમ્પેક્ટ પ્લેયર્સ: યશ દયાલ, આકાશ દીપ, સુયશ પ્રભુદેસાઈ, સ્વપ્નિલ સિંહ, વૈશક વિજયકુમાર

પંજાબ કિંગ્સ ( PBKS ) : શિખર ધવન (C), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

ઈમ્પેક્ટ પ્લેયર્સ: રિલી રોસોવ, હરપ્રીત સિંહ ભાટિયા, વિધ્વાથ કાવેરપ્પા, ટી ત્યાગરાજન, પ્રભસિમરન સિંહ

આ પણ વાંચો : MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું

Tags :
BCCIBengalurucricket matchFAF DU PLESISGlenn MaxwellIPL 2024Jay Shahm. chinnaswamy stadiumMOH. SIRAJRCB VS PBKSSAM CURRANshikhar dhawanVirat Kohli
Next Article