Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCB VS CSK : આજે IPL 2024 ની સૌથી મોટી મેચ, DHONI અને KOHLI પોતાની ટીમના અસ્તિત્વ માટે આવશે આમને સામને

RCB VS CSK : IPL 2024 ની સૌથી અગત્યની મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેદાનમાં રમાશે.  CHENNAI SUPER KINGS અને ROYAL CHALLENGERS BENGALURU આજે પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવવા એકબીજા સામે આ મહામુકાબલામાં આમને સામને જોવા મળશે. આજે આ મુકાબલામાં...
rcb vs csk   આજે ipl 2024 ની સૌથી મોટી મેચ  dhoni અને kohli પોતાની ટીમના અસ્તિત્વ માટે આવશે આમને સામને

RCB VS CSK : IPL 2024 ની સૌથી અગત્યની મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેદાનમાં રમાશે.  CHENNAI SUPER KINGS અને ROYAL CHALLENGERS BENGALURU આજે પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવવા એકબીજા સામે આ મહામુકાબલામાં આમને સામને જોવા મળશે. આજે આ મુકાબલામાં જે જીતશે તે જ આગળ જશે તેવી પરિસ્થિતિ સર્જાશે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના બે લેજેન્ડ આજે પોતાના ટીમની શાન માટે એકબીજા સામે આવવા માટે તૈયાર છે.  ચાલો જાણીએ કેવા રહેશે આજની મેચના હાલ..

Advertisement

HEAD TO HEAD ( RCB VS CSK )

IPL ના ઇતિહાસમાં RCB અને CSK કુલ 32 વખત સામસામે આવી ચૂક્યા છે. આ બનેના મુકાબલામાં RCBએ 10 મેચ જીતી છે, જ્યારે CSKએ 21 મેચ જીતી છે. એક મેચ એવી પણ હતી જેમાં પરિણામ આવી શક્યું ન હતું.  હેડ ટુ હેડના આ મુકાબલામાં અત્યારે CSK ઘણું ઘણું આગળ છે, પરંતુ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની ટીમ પોતે બદલો લેવા માટે જરૂર દેખશે. આ પહેલા આ વર્ષની પહેલી મેચ પણ CSK અને RCB વચ્ચે રમાઈ હતી, જેમાં ધોનીની ટીમે બાજી મારી હતી. આ વખતે શું થશે તે તો સમય જ કહેશે.

Advertisement

મહા મેચ ઉપર વરસાદના વાદળનો સંકટ

RCB અને CSK ના આ ખાસ મેચની રાહ દરેક ક્રિકેટ પ્રેમી ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે. પરંતુ IPLની છેલ્લી કેટલીક મેચો વરસાદને કારણે રદ્દ થઈ હતી અને તેથી જ ચાહકોને ડર હશે કે આ મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ શકે છે. જો આપણે મેચના દિવસે એટલે કે શનિવારે બેંગલુરુનું હવામાન જોઈએ તો સાંજે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. વધુમાં આજના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

કેવી હશે બેંગલુરુની પિચ?

RCB ના હોમ ગ્રાઉંડ એટલે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅટ્સમેન માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. આ એ જ મેદાન છે જ્યાં હૈદરાબાદે 287 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી બે મેચોથી આ પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થઈ છે. આરસીબીને પણ આનો ફાયદો થયો છે. હવે ચેન્નાઈ સામેની મેચમાં પણ પિચ બોલરો માટે મદદરૂપ થઈ શકે છે.

Advertisement

સંભવિત પ્લેઈંગ ઈલેવન

RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, યશ દયાલ, મોહમ્મદ સિરાજ, સ્વપ્નિલ સિંહ.

CSKની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, શિવમ દુબે, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.

આ પણ વાંચો : CSK And Playoff Matches: ચેન્નાઈને Playoff માં સ્થાન મેળવવા માટે મળશે 2 તક, તેમાંથી એક મેચ….

Tags :
Advertisement

.