Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI એ વધારી UPI Liteથી પેમેન્ટની લિમિટ, વૉલેટની લિમિટમાં પણ કરાયો વધારો

RBIએ UPI 123Pay દ્વારા વ્યવહારોની મર્યાદા વધારી ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે 5000 રૂપિયાથી વધારી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે RBI: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ઓક્ટોબર મહિના માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠક (Monetary Policy Committee) યોજાઈ હતી. આ સમયગાળા...
rbi એ વધારી upi liteથી પેમેન્ટની લિમિટ  વૉલેટની લિમિટમાં પણ કરાયો વધારો
  • RBIએ UPI 123Pay દ્વારા વ્યવહારોની મર્યાદા વધારી
  • ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે 5000 રૂપિયાથી વધારી
  • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે

RBI: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ઓક્ટોબર મહિના માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠક (Monetary Policy Committee) યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, RBI ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikanta Das)સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તે 6.5% પર જ રહ્યો હતો. જો કે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને (New UPI transaction Limits) લઈને નિર્ણય સંભળાયો છે અને મીટિંગ દરમિયાન આરબીઆઈએ યુપીઆઈ લાઇટ વોલેટની મર્યાદા વધારી દીધી છે. ચાલો હવે જાણીએ કે UPI દ્વારા કેટલું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

Advertisement

મર્યાદા UPI 123Pay થી UPI Lite Wallet સુધી વધી છે

વાસ્તવમાં, RBIએ UPI 123Pay દ્વારા વ્યવહારોની મર્યાદા વધારી છે. પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે UPI લાઇટ વોલેટની મર્યાદા 2 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરવામાં આવી છે. યુપીઆઈ લાઇટ વોલેટની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. તેનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.

Advertisement

આ પણ  વાંચો -Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર,જાણો નવો ભાવ

Advertisement

UPI લાઇટ શું છે?

UPI લાઇટ દ્વારા, વપરાશકર્તાને પિન દાખલ કર્યા વિના ચુકવણીનો વિકલ્પ મળે છે. ઘણા લોકો નાની ચૂકવણી કરવા માટે UPI લાઇટનો ઉપયોગ કરે છે. આ માટે, પહેલા ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા 500 રૂપિયા હતી, હવે તેને વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે. યુપીઆઈ લાઇટ વોલેટની મર્યાદા વધારીને રૂ. 5,000 કરવાથી, વપરાશકર્તાઓ માટે ટ્રાન્ઝેક્શન કરવાનું સરળ બનશે.

આ પણ  વાંચો -Repo Rate પર RBI નો મોટો નિર્ણય, જાણો તમારી લોનની EMI વધી કે ઘટી!

UPI 123PAY શું છે?

UPI 123PAY વિકલ્પ ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આના દ્વારા યુઝર્સને ઇન્ટરનેટ વગરના ફોનમાં પણ UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. પહેલા આની મર્યાદા 5 હજાર રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.