Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI એ બદલ્યો નિયમ: એક કરતા વધારે લોન હોય તેવા લોકોની વધશે મુશ્કેલી

વારંવાર એકથી વધારે વખત પર્સનલ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે. આરબીઆઇ દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
rbi એ બદલ્યો નિયમ  એક કરતા વધારે લોન હોય તેવા લોકોની વધશે મુશ્કેલી
Advertisement
  • ધડાધડ પર્સનલ લોનો ઉઠાવતા લોકોને મુશ્કેલી
  • દર 15 દિવસે ગ્રાહકનો ક્રેડિટ સ્કોર અપડેટ કરવામાં આવશે
  • એક લોન માટે બીજી લોન ઉઠાવનારા લોકો પર લાગશે લગામ

નવી દિલ્હી : વારંવાર એકથી વધારે વખત પર્સનલ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે. આરબીઆઇ દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેવું આપનારી બેંકો અને આર્થિક સંસ્થાઓને એવા ગ્રાહકોને ક્રેડિટ બ્યૂરો રેકોર્ડ હવે 15 દિવસની અંદર અપડેટ કરવું પડશે.

Advertisement

વારંવાર એકથી વધારે પર્સનલ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે. આરબીઆઇ દ્વારા તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેના અનુસાર લોન આપનારી બેંક અને આર્થિક સંસ્થાઓએ તેવા ગ્રાહકોને ક્રેડિટ બ્યૂરો રેકોર્ડ હવે 15 દિવસની અંદર અપડેટ કરવી પડશે. પહેલા તે એક મહિનામાં કરવામાં આવતું હતું. રિઝર્વ બેંકનું કહેવું છે કે, તેના કારણે દેવું લેનારા લોકો વિરુદ્ધ જોખમની સારી રીતે ગણતરી કરવામાં મદદ મળશે.

Advertisement

આ પણ વાંચો : Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?

Advertisement

શું થશે અસર?

નિષ્ણાંતોનું કહેવું છે કે, લોનની કિસ્ત (EMI) મહિનામાં અલગ અલગ તારીખોને ચુકવવામાં આવે છે. મહિનામાં એકવાર ક્રેડિટ રેકોર્ડ અપડેટ કરવાની હપતો ચુકવવા અથવા તેની ચુકવણીનો રેકોર્ડ દેખાવામાં 40 દિવસ જેટલો સમય લાગતો હોય છે. જેના કારણે ક્રેડિટ મુલ્યાંકનમાં વિલંબ થાય છે. જેની અસર આર્થિક સંસ્થાઓ પર પડે છે. હવે દર 15 દિવસે રેકોર્ડ અપડેટ થવાના કારણે અનેક મુશ્કેલીઓ હળવી થઇ જશે. વધારે વખત અપડેટ થવાના કારણે નાણા ધીરનારી સંસ્થાઓ અને બેંકોને ડિફોલ્ટરની માહિતી વહેલી મળી જશે.

દેવા માટે દેવુંના વિષચક્ર પર લાગશે લગામ

ફાઇનાન્સ કંપનીઓનું કહેવું છે કે, આ ફેરફારના કારણે એવરગ્રીનિંગના કિસ્સાઓ અટકશે. જેમાં દેવું ચુકવવા માટે નવું દેવું કરવામાં આવતું હોય છે. તેના કારણે તેનું કૂલ દેવાની રકમ વધતી જ જાય છે. આ પગલાને કારણે લોન લેનારને થોડા સમય માટે જરૂર રાહત મળે છે પરંતું સતત વધતી રકમના કારણે એક સમય એવો આવે છે કે તે ડિફોલ્ટ થઇ જાય છે. એક સાથે અનેક બેંકોના પૈસા ડુબી જાય છે.

આ પણ વાંચો : Surat: માલેતુજારના બગડેલા દીકરાઓ ગાંજાની હેરાફેરીમાં લક્ઝરીયસ કારનો ઉપયોગ કરતા

ઓગસ્ટમાં બહાર પડાઇ હતી ગાઇડલાઇન

આરબીઆઇએ આ નિર્દેશ ઓગસ્ટમાં બહાર પાડ્યો હતો અને લોન આપનારાઓ તથા ક્રેડિટ બ્યૂરોને એક જાન્યુઆરી સુધીમાં પોતાની સિસ્ટમને અપડેટ કરવાના નિર્દેશ આપ્યા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે, જ્યારેનવા લોનધારકો પોતાનું દેણું ચુકવવા માટે એક સાથે અનેક જગ્યાએથી લોન લઇ લેતા હોય છે. જેમાં તેમને ચુકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે વારંવાર ડેટા અપડેટ કરવાથી આ સ્થિતિમાં સુધારો આવશે અને સમગ્ર મામલો શાંતિથી ઉકેલાઇ જશે.

આ પણ વાંચો : આશરે 1 KM રિવર્સ ચાલી ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી શેખ નીચે પટકાયા અને રેલવે તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

Trending News

.

×