Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ, કરી આ ખાસ માગ!

Delhi High Court: Delhi ના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના પાણીથી ભરેલા Basement માં ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતાં. ત્યારબાદ આ મામલા સતત એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. તો આજરોજ દિવસભર રાજધાની Delhi માં સરકાર અને સ્થાનિક વહીવટી...
દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં pil દાખલ  કરી આ ખાસ માગ
Advertisement

Delhi High Court: Delhi ના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના પાણીથી ભરેલા Basement માં ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતાં. ત્યારબાદ આ મામલા સતત એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. તો આજરોજ દિવસભર રાજધાની Delhi માં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારે પોલીસ બંદોબસ્ત હોવાથી, વિદ્યાર્થીઓને કાબૂમાં મેળવવા માટે લાઠીચાર્જ કરાયો હતો.

  • High Court માં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે

  • અકસ્માતમાં મૃત્યુ થાય તો યોગ્ય વળતર આપવા માગ કરાઈ

  • MCD ની ટીમ અનેક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પહોંચી તપાસ કરી

જોકે ABVP વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન બાદ આજરોજ Delhi High Court માં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા બનાવવા અને અકસ્માતના કિસ્સામાં યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં આરોપી બનેલા બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના મોતની ઘટના પર Delhi High Courtમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.

Advertisement

Advertisement

અકસ્માતમાં મૃત્યુ થાય તો યોગ્ય વળતર આપવા માગ કરાઈ

આવતીકાલે Delhi High Court ને વિનંતી કરવામાં આવશે કે આ ગંભીર મુદ્દે દાખલ કરાયેલી અરજીની સુનાવણી Delhi High Court તાત્કાલિક કરવી જોઈએ. અરજદારે આ પીઆઈએલમાં Delhi સરકાર, MCD અને રાવ IASને પક્ષકાર બનાવ્યા છે. અરજીમાં Delhi High Court ના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ આ ઘટનાની તપાસ કરવા અને અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા બનાવવાની માગ કરવામાં આવી છે. અન્ય રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓના અકસ્માતમાં મૃત્યુ થાય તો યોગ્ય વળતર આપવા સૂચના આપવા માગ કરાઈ છે.

MCD ની ટીમ અનેક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પહોંચી તપાસ કરી

જૂના રાજેન્દ્ર નગરમાં અકસ્માત બાદ MCD સક્રિય જોવા મળી રહી છે. હાલમાં, Raus IAS Coaching center ને સીલ કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત તેની ચારેય તરફ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. ઉલ્લેખનિય છે કે, કોચિંગ સેન્ટરના Basement માં એક લાઇબ્રેરી હતી, જેને લઈને MCD પર આરોપ મૂકવામાં આવ્યા છે. જોકે MCD ટીમ આજરોજ ઘણા કોચિંગ સેન્ટરોના ગેરકાયદેસર Basement ને સીલ કરવા માટે પહોંચી હતી. મેયર શૈલી ઓબેરોયના આદેશ પર MCD ની ટીમ અનેક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પહોંચી અને તપાસ કરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ABVP વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

Tags :
Advertisement

Trending News

.

×