ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : વધુ એક દીકરી પીંખાઈ, હવસખોર વિધર્મી યુવકે આચર્યું અનેકવાર દુષ્કર્મ

Surat માં વધુ એક દુષ્કર્મની ઘટના બની માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે બળાત્કાર વિધર્મી યુવકે ફોસલાવી સગીરાને રિક્ષામાં બેસાડી ધમકીઓ આપી આરીપો યુવકે અનેકવાર દુષ્કર્મ કર્યું સુરત (Surat) જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે માંગરોળનાં (Mangrol)...
12:24 PM Oct 10, 2024 IST | Vipul Sen
  1. Surat માં વધુ એક દુષ્કર્મની ઘટના બની
  2. માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે બળાત્કાર
  3. વિધર્મી યુવકે ફોસલાવી સગીરાને રિક્ષામાં બેસાડી
  4. ધમકીઓ આપી આરીપો યુવકે અનેકવાર દુષ્કર્મ કર્યું

સુરત (Surat) જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે માંગરોળનાં (Mangrol) બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હવે માંડવીમાં (Mandvi) 14 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવતી ઘટના બની છે. વિધર્મી યુવકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Surat : વિવિધ સ્થળે લઈ જઈ 16 વર્ષીય સગીરાને પીંખી નાંખનારા આરોપીને આકરી કેદની સજા

સગીરાને ફોસલાવી રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો

સુરત (Surat) ફરી એકવાર શર્મશાર થયું છે. ફરી એકવાર એક દીકરી હવસખોરની શિકાર બની છે. માંગરોળ, ડિંડોલી (Dindoli) બાદ હવે માંડવીમાં દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, માંડવી તાલુકાનાં એક ગામની 14 વર્ષની સગીરાને વિધર્મી ઈસમે ગર્ભવતી બનાવી છે. વિધર્મી યુવકે સગીરાને ફોસલાવીને પોતાની રિક્ષામાં બેસાડી હતી. ત્યાર બાદ સૂમસામ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસખોર વિધર્મી યુવક સગીરાને ધમકીઓ આપી ડરાવીને અવારનવાર અવાવરું જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારતો હતો.

આ પણ વાંચો - Surat માં વધુ એક દીકરીને નરાધમોએ પીંખી નાખી! શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો આક્રોશ

વિધર્મી યુવકે ધમકીઓ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું

દરમિયાન, ભોગ બનનાર સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તેણીને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સગીરાને પૂછતા તેણીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. આ મામલે પીડિતાનાં પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ સિરાજ પઠાણ તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!

Tags :
dindoliGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMandviRapeCasesSuratSurat Police
Next Article