Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાખીને મળી ધમકી, સલમાન ખાનને તો તેના જ ઘરની બહાર મારી નાખીશું, જો તું તેની સાથે બોલીશ તો તને પણ...

બોલિવૂડના અભિનેતા સલમાન ખાન (Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, હવે તેમા વધુ એક નામ રાખી સાવંત (Rakhi Sawant) નો ઉમેરો થયો છે. અભિનેત્રી રાખી સાવંત અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં પણ તે...
10:40 AM Apr 20, 2023 IST | Hardik Shah

બોલિવૂડના અભિનેતા સલમાન ખાન (Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, હવે તેમા વધુ એક નામ રાખી સાવંત (Rakhi Sawant) નો ઉમેરો થયો છે. અભિનેત્રી રાખી સાવંત અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં પણ તે ચર્ચામાં આવી છે પણ આ વખતે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના કારણે ચર્ચામાં છે. રાખી સાવંતનું કહેવું છે કે તેને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishno) ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ સાથે અભિનેત્રીનું કહેવું છે કે ધમકીમાં તેને સલમાન ખાનથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે અને એ પણ કહ્યું છે કે તે સલમાનને બોમ્બેમાં જ સિક્યોરિટી સાથે મારી નાખશે.

મેઇલ દ્વારા મળી ધમકી

રાખી સાવંતે આ મામલે ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેને સલમાન ખાનથી દૂર રહેવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. રાખી સાવંતને લોરેન્સ બિશ્નોઈ તરફથી મેઇલ મળ્યો છે જેમા લખવામાં આવ્યું છે કે, 'રાખી, અમારે તારી સાથે કોઈ લડાઈ નથી, સલમાન ખાનના મામલામાં પડીશ નહીં. નહીંતર તને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને અમે તારા ભાઈ સલમાનને બોમ્બેમાં જ મારી નાખીશું. ભલે તે ગમે તેટલી સિક્યોરિટી વધારે, આ વખતે તેને સિક્યુરિટી સાથે જ મારી નાખીશું. આ છેલ્લી ચેતવણી છે રાખી, નહીંતર તું પણ તૈયાર રહેજે. સેન્ટ બાય ગુર્જર પ્રિન્સ.

રાખી સાવંતે શું કહ્યું?

બીજી તરફ રાખી સાવંતે કહ્યું છે કે, હું સલમાન ખાન વિશે વાત કરીશ કારણ કે તેમણે મારી માતાને મદદ કરી હતી. તેમણે મારી માતાને કેન્સરથી બચાવવા માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. રાખી સાવંતે આગળ કહ્યું, 'હું કેમ ન બોલું? તેમણે સિદ્ધુ મુસેવાલાને ગોળી મારી હતી. લોકો કેન્ડલ માર્ચમાં ચાલે છે અને કોઈના મૃત્યુ પછી રડે છે. શું આપણે કોઈ વ્યક્તિ જીવતા હોય ત્યાં સુધી તેનો પક્ષ ન લેવો જોઈએ?'

સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે
રાખી સાવંત પહેલા લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ મળી ચુકી છે. 'ભાઈજાન'ને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે બિશ્નોઈ સમુદાયની માફી નહીં માંગે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જે બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે, તેણે તાજેતરમાં બુલેટપ્રૂફ કાર પણ ખરીદી છે.

આ પણ વાંચો - ટ્વિટરમાં કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે #KGF3, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Kill Salman KhanLawrence BishnoiRakhi SawantRakhi Sawant gets threatsalman khan
Next Article