Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યસભાનાં સાંસદ Parimal Nathwani એ PM નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી હતી. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે પરિમલ...
રાજ્યસભાનાં સાંસદ parimal nathwani એ pm નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું
Advertisement

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી હતી. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે પરિમલ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી.

આ પણ વાંચો - Gandhinagar : સરકારનાં વહીવટી તંત્રને લઈ મોટા સમાચાર, એક સાથે 18 IAS અને 8 IPS નાં ટ્રાન્સફર

Advertisement

આ પ્રસંગે, સાંસદ પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ નાં આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે. પુસ્તક અર્પણ કર્યા બાદ, સાંસદ પરિમલ નથવાણી સાથેનાં અનૌપચારિક સંવાદમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરનાં (GIR) પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને આ સુંદર કોફી ટેબલ બુક બહાર પાડવા અંગેની સાંસદ પરિમલ નથવાણીની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું હતું કે, તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ)નો (Call of the Gir) પ્રત્યુત્તર આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વ-સહાય જૂથની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ

‘કોલ ઓફ ધ ગીર’ એ સાંસદ પરિમલ નથવાણીની વધુ એક કોફી-ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ વર્ષ 2017માં, સાંસદ પરિમલ નથવાણીએ પુસ્તક ‘ગીર લાયન્સઃ પ્રાઈડ ઓફ ગુજરાત’ (Gir Lions: Pride of Gujarat) લખ્યું હતું, જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ (ટીજીબી) દ્વારા કરાયું હતું. રાજ્યસભાના સાંસદ તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં (Reliance Industries Limited) કોર્પોરેટ અફેર્સનાં ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ((Parimal Nathwani)) આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પુસ્તકનાં આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતનાં વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોનાં સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.”

આ પણ વાંચો -Gujarat Government-MSME ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ

Tags :
Advertisement

Trending News

.

×