Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ મયંક નાયકે લીધા સાંસદ તરીકેના શપથ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP)  મયંક નાયકે (Mayank Nayak) આજે દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) ની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહ (Oath ceremony) માં મયંક નાયક (Mayank Nayak) ના પરિવારના...
02:43 PM Apr 10, 2024 IST | Hardik Shah
Rajya Sabha MP Mayank Nayak

ગુજરાતના રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP)  મયંક નાયકે (Mayank Nayak) આજે દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) ની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહ (Oath ceremony) માં મયંક નાયક (Mayank Nayak) ના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, ગુજરાતની રાજ્યસભાની બેઠકમાંથી ભાજપે મયંક નાયકને રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) બનાવ્યા છે. આ પહેલા ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા (BJP National President JP Nadda) એ સાંસદ તરીકેના શપથ (Oath) લીધા હતા.

ભાજપે મયંક નાયકને બનાવ્યા છે રાજ્યસભાના સાંસદ

રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Rajya Sabha Vice President Jagdeep Dhankhar) બુધવારે રાજ્યસભાના નવા ચૂંટાયેલા દસ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ શપથ સંસદ ભવન (Parliament House) ખાતે લેવડાવવામાં આવ્યા હતા, જ્યાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ (Deputy Speaker Harivansh) અને મહાસચિવ પી.કે. મોદી પણ હાજર રહ્યા હતા. શપથ લેનારાઓમાં મયંકભાઈ જયદેવભાઈ નાયક, નારાયણસા કે. ભંડાગે, મિલિંદ મુરલી દેવરા, અજીત માધવરાવ ગોપચડે, રેણુકા ચૌધરી, અમરપાલ મૌર્ય, સંજય સેઠ, રામજી લાલ સુમન, સાગરિકા ઘોષ અને મમતા ઠાકુર. જો ગુજરાતની રાજ્યસભા સીટની વાત કરીએ તો મયંકભાઈ નાયકે આજે રાજ્યસભા સાંસદ તરીકેના શપથ લીધા હતા. આ પહેલા ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સાંસદ તરીકેના શપથ લીધા હતા.

આ પણ વાંચો - ભાજપના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઈ

આ પણ વાંચો - UP કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું, જાણો શું કહ્યું…

Tags :
Gujarat FirstGujarat Rajya SabhaJagdeep DhankharLok Sabha Election 2024Lok-Sabha-electionMayank NayakMayank Nayak took oath as an MPOath ceremonyRajya SabhaRajya Sabha electionRajya Sabha MPRajya Sabha Oath Taking Ceremony
Next Article