Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

Controversy: : ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે વિવાદીત નિવેદન (Controversy) આપતાં ખળભળાટ મચી ગયો છે. રાજુ બાપુના નિવેદન બાદ તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે. રાજુ બાપુએ...
controversy  રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

Controversy: : ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે વિવાદીત નિવેદન (Controversy) આપતાં ખળભળાટ મચી ગયો છે. રાજુ બાપુના નિવેદન બાદ તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે. રાજુ બાપુએ લવ મેરેજ અંગે વિવાદીત નિવેદન આપ્યું હતું. જો કે વિવાદ થયા બાદ રાજુ બાપુએ માફી માગતો વીડિયો જારી કર્યો હતો.

Advertisement

કોમવાદ અંગે વચ્ચે વૈમનસ્ય ફેલાવતું નિવેદન કર્યું

ઉના ગામ પાસે ચાલી રહેલી કથામાં કથાકાર રાજુ બાપુના નિવેદનથી વિવાદ ફેલાયો છે. રાજુ બાપુએ કોમવાદ અંગે વચ્ચે વૈમનસ્ય ફેલાવતું નિવેદન કર્યું હતું. તેમણે કોળી ઠાકોર સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું.

કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરનો જણાવ્યો

કથામાં લગ્ન અંગે કુળના નામે બાપુના બોલ બગડ્યા હતા. સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન કેમ તેવું નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરનો જણાવ્યો હતો અને નિવેદન કર્યું કે નીચ કુળની સ્ત્રી સાથે લગ્નથી સંતાન કેવું જન્મે અને નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું તેવું નિવેદન રાજુ બાપુએ કર્યું હતું.

Advertisement

100માંથી 60 ટકા લવમેરેજ

રાજુ બાપુએ કહ્યું કે 100માંથી 60 ટકા લવમેરેજ થાય છે. કથાકાર રાજુ બાપુના નિવેદન સામે કોળી સમાજના અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે બાપુ સામે ફરિયાદ પણ નોંધાઇ છે.

Advertisement

અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે

રાજુ બાપુના નિવેદન અંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે.

કથા કરવાનું સ્થાન જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્યનું પ્લેટફૉર્મ કેવી રીતે હોય શકે?

રાજુ બાપુના નિવેદન બાદ સવાલો થઇ રહ્યા છે કે વ્યાસપીઠ જેવા પવિત્ર સ્થાનેથી પણ કેમ વિવાદિત બોલ? કેમ આવા લોકો વ્યાસપીઠને પણ અપમાનિત કરતા ખચકાતા નથી? શા માટે સમાજ ખૂલીને આવા કહેવાતા કથાકારોને સબક નથી શિખવતા? અને શા માટે આવા કથાકારોને સમાજ ગમે તે બોલવા દે છે? કથા કરવાનું સ્થાન જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્યનું પ્લેટફૉર્મ કેવી રીતે હોય શકે? જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે આવા વાડા સર્જનારાને સંત કેવી રીતે કહેવા તે પણ સવાલ છે.

આ પણ વાંચો----- Ahmedabad : અસામાજીક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો

આ પણ વાંચો---- Surendranagar : માતાનો વાંક માત્ર એટલો જ કે તેણે…!

Tags :
Advertisement

.