Rajkot : વક્ફ બોર્ડ માત્ર ભારતમાં જ, કોંગ્રેસે આપ્યા હતા અધિકાર : રાજા ભૈયા
- જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં અધ્યક્ષ રાજા ભૈયાનું રાજકોટમાં નિવેદન
- કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી માત્ર ભારતમાં જ છે: રાજા ભૈયા
- વક્ફ બોર્ડનો આખરી નિર્ણય વક્ફની અદાલત જ કરે છે: રાજા ભૈયા
- આપણે ક્યારેય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડી નથી: રાજા ભૈયા
જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં (Jansatta Dal Loktantrik Party) અધ્યક્ષ અને રાજા ભૈયા તરીકે ઓળખતા રઘુરાજ પ્રતાપ સિંહ (Raghuraj Pratap Singh) હાલ રાજકોટની (Rajkot) મુલાકાતે છે. અહીં, તેમણે વકફ બોર્ડ અને ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ (Wakf Board) નથી માત્ર ભારતમાં જ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે (Congress) વક્ફ બોર્ડને અધિકાર આપ્યા હતા. વક્ફ બોર્ડ અંગે સરકાર કાયદા લાવતી હોય ત્યારે પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આ પણ વાંચો - Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી
ક્ફ બોર્ડ અંગે સરકાર કાયદા લાવતી હોય ત્યારે પ્રોત્સાહન આપવાની જરૂર છે : રાજા ભૈયા
જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીનાં અધ્યક્ષ રાજા ભૈયા (Raja Bhaiya) રાજકોટની (Rajkot) મુલાકાતે છે. દરમિયાન તેમણે આપેલા નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેમણે વકફ બોર્ડ અને ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી માત્ર ભારતમાં જ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે (Congress) વક્ફ બોર્ડને અધિકાર આપ્યા હતા. વક્ફ બોર્ડનો આખરી નિર્ણય વક્ફની અદાલત જ કરે છે. ઉચ્ચ ન્યાયાલયનો અધિકાર ખતમ થઈ જાય છે. રાજા ભૈયાએ કહ્યું કે, એક વર્ષમાં નોટિસનો જવાબ ન આપ્યો તો તે સંપત્તિ વક્ફની (Wakf Board) થઈ જાય. વક્ફ બોર્ડ અંગે સરકાર કાયદા લાવતી હોય ત્યારે પ્રોત્સાહન આપવાની જરૂર છે. રાષ્ટ્રહિત અને ધર્મહિત માટે કામ કરનારાને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આ પણ વાંચો - Dahod : મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં છુપાયો ચોર, 'ગજબની ટ્રીક' થી પોલીસે દબોચ્યો, જુઓ અદભુત Video
'ગણપતિ પંડાલ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો'
ઉપરાંત, તેમણે ગણેશ પંડાલ (Ganesh Pandal) પર પથ્થરમારાની ઘટના અંગે તેમણે કહ્યું કે, ગણપતિ પંડાલ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આપણે ક્યારેય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડી નથી. પરંતુ, આપણા દેવની આરાધના કરવી તેમાં પણ પથ્થરમારો કર્યો. અગાઉ વૈષ્ણવદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કેટલાય શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતાં. પહેલા અક્ષરધામ મંદિર (Akshardham Temple) પર પણ હુમલો કર્યો હતો. વર્ષો પહેલા સોમનાથ મંદિર (Somnath Temple) પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણું અસ્તિત્વ ખતરામાં આવે ત્યારે જાગવું પડશે.
આ પણ વાંચો - PM visit to Gujarat-ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની