Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: વેપારીઓ બંધ પાળશે, બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

TRP Game Zone Tragedy, Rajkot: રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ છે. અત્યારે સામે રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાળીને શોક વ્યક્ત કરશે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ મુખ્ય બજાર આજે બંધ રહેવાના...
rajkot  વેપારીઓ બંધ પાળશે  બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

TRP Game Zone Tragedy, Rajkot: રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ છે. અત્યારે સામે રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાળીને શોક વ્યક્ત કરશે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ મુખ્ય બજાર આજે બંધ રહેવાના છે. નોંધનીય છે કે, બપોરના એક વાગ્યા સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે વેપારીઓ એકત્ર થઇને શોક વ્યક્ત કરવાના છે. જાણકારી પ્રમાણે રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ, ફૂટવેર માર્કેટ બંધ રહેવાના છે.

Advertisement

કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો

આ સાથે વધુમાં વાત કરવામાં આવે તો બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે. આ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

Advertisement

અગ્નિકાંડમાં 33 લોકોના મૃત્યુ બાદ તપાસનો ઘમઘમાટ

આ ઘટનાની વાત કરવામાં આવે TRP ગેમઝોન (TRP Game Zone Tragedy, Rajkot) અગ્નિકાંડમાં 33 લોકોના મૃત્યુ બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, TRP ગેમઝોનમાં સમારકામની જગ્યાએથી ઈથાઈલ એસિટેટ નામના કેમિકલના 5 ડ્રમ મળ્યા આવ્યા હતા. સાથે ગેમ ઝોનની આડમાં સંચાલકોની ઓફિસમાંથી દારૂનો જથ્થો પણ પકડાયો હતો. નોંધનીય છે કે, અત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહીં છે.

રાજકોટમાં 33 લોકોના મોત થયા પછી તંત્ર જાગ્યું

અત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં ગેમઝોનમાં તપાસ કરવામાં આવી રહીં છે. આ સાથે સાથે અનેક ગેમઝોન તો બંધ પણ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદા, સુરત અને સુરેન્દ્રનગરમાં તપાસ થઈ રહીં છે. પરંતુ અફસોસની વાત એ છે કે, રાજકોટમાં 33 લોકોના મોત થયા પછી તંત્ર જાગ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં હજી બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં રહેશે ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: TRP GameZone : ગૃહવિભાગ એક્શન મોડમાં, CM ના આદેશ બાદ અમદાવાદમાં પણ તપાસનો ઘમઘમાટ

આ પણ વાંચો: Ahmedabad : અમદાવાદીઓ આ GameZone માં જતાં ચેતજો! Gujarat First ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.