Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : 'તિરંગા યાત્રા'નો પ્રારંભ, JP નડ્ડાનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - તેમને માત્ર એક જ પરિવાર..!

રાજકોટમાં (Rajkot) બહુમાળી ચોક ખાતેથી આજે ભાજપની તિરંગા યાત્રાની (Tiranga Yatra) શરૂઆત થઈ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ (CR Patil), કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani),...
11:20 AM Aug 10, 2024 IST | Vipul Sen

રાજકોટમાં (Rajkot) બહુમાળી ચોક ખાતેથી આજે ભાજપની તિરંગા યાત્રાની (Tiranga Yatra) શરૂઆત થઈ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ (CR Patil), કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતનાં દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તિરંગા યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી JP નડ્ડાએ કહ્યું હતું કે, આ ભૂમિ સંતોની ભૂમી છે. સમાજ સુધારકોની ભૂમી છે. આ સાથે તેમણે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

આ પણ વાંચો -Gujarat Politics : CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

આ દેશ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ક્યારે ભૂલી ના શકે : નડ્ડા

રાજકોટનાં (Rajkot) બહુમાળી ચોક ખાતેથી CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી JP નડ્ડા (JP Nadda) સહિત BJP નાં અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. આ નિમિત્તે બીજેપી (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું કે, આ સંતોની ભૂમિ છે. સમાજ સુધારકોની ભૂમિ છે. તેમણે કહ્યું કે, આ દેશ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર પટેલને (Sardar Patel) ક્યારે ભૂલી ના શકે. આઝાદી સમયે 562 રજવાડામાં આપણો દેશ વહેંચાયેલો હતો. પરંતુ, ભારતનાં લોખંડી પુરુષ સરદાર પટેલે 562 રજવાડાને એક સાથે જોડી 'મેરા ભારત મહાન' બનાવ્યું. જે.પી. નડ્ડાએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) પણ આ જ ભૂમિ સાથે જોડાયેલ છે. ભારત માટે ગુજરાતનું બહુ મોટું યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો -World Lion Day : કેમ ઊજવાય છે 'વિશ્વ સિંહ દિવસ'? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો

'જ્યારે આઝાદીની વાત આવે છે ત્યારે તેઓ ચંદ્ર શેખર આઝાદને ભૂલી જાય છે'

તેમણે આગળ કહ્યું કે, હું યુવાનોને યાદ અપાવવા માંગુ છું કે આ આઝાદી આપને એમને એમ નથી મળી. આઝાદી માટે લાખો પરિવારોએ આહુતિ આપી છે. 9 ઓગસ્ટનાં દિવસે મહાત્મા ગાંધીએ કહ્યું હતું 'ભારત છોડો...' જો ભારત છોડો (Quit India) આંદોલન ના થયું હોત તો આપણો દેશ આઝાદ ના થયો હોત. JP નડ્ડાએ કોંગ્રેસ (Congress) પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે આઝાદીની વાત આવે છે ત્યારે તેઓ ચંદ્ર શેખર આઝાદને (Chandra Shekhar Azad) ભૂલી જાય છે. તેઓ સુભાષચંદ્ર બોઝને (Subhash Chandra Bose,) પણ ભૂલી જાય છે. તેમને માત્ર એક જ પરિવાર યાદ આવે છે. આ સાથે તેમણે કોંગ્રેસને નકલી રાષ્ટ્રભક્ત પણ ગણાવ્યા હતા.

આ પણ વાંચો - Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમનાં શાસનમાં તો..!

Tags :
BJPChandra Shekhar AzadCM Bhupendra PatelCongressCR PatilGujarat FirstGujarat PoliticsGujarati NewsJP Naddapm narendra modiQuit IndiaRaghavji PatelRAJKOTsardar patelSubhash Chandra BoseTiranga YatraVajuwala Mahatma GandhiVijay Rupani
Next Article