Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : તો શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત થશે ? દિલીપ સંઘાણીએ આપ્યા એંધાણ

પાટીદાર સમાજનાં બે નેતાઓ વચ્ચે સેતુ બનશે સંઘાણી! નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે દિલીપ સંઘાણી લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવીશ : સંઘાણી રાજકોટની (Rajkot) મુલાકાતે આવેલા ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીનું (Dilip Sanghani)...
rajkot   તો શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત થશે   દિલીપ સંઘાણીએ આપ્યા એંધાણ
  1. પાટીદાર સમાજનાં બે નેતાઓ વચ્ચે સેતુ બનશે સંઘાણી!
  2. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે દિલીપ સંઘાણી
  3. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવીશ : સંઘાણી

રાજકોટની (Rajkot) મુલાકાતે આવેલા ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીનું (Dilip Sanghani) મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર સમાજનાં (Patidar Samaj) બે જાણીતા નેતાઓ વચ્ચે સેતુ બનશે તેવા એંધાણ તેમણે આપ્યા છે. ઇફ્કોનાં ચેરમેને (IFFCO Chairman) પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા (Jayesh Raddia) વચ્ચે શીતયુદ્ધ શાંત પડશે અને જલદી સમાધાન થશે. આ સાથે દિલીપ સંઘાણીએ કોલકત્તા ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે પણ પ્રતિક્રિયા આપી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે

હું બંને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ : દિલીપ સંઘાણી

ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) રાજકોટની (Rajkot) મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે તેઓ નરેશ પટેલ (Naresh Patel) અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાની વાત પણ તેમણે કરી હતી. સંઘાણીએ કહ્યું કે, 'હું બંને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. વ્યક્તિગત દખલ કરીને સમાધાનનાં પ્રયાસ કરીશ.' તેમણે કહ્યું કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા પોતાનાં સ્થાન પર સર્વોચ્ચ છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Politics : BJP નાં વધુ એક પત્રિકા કાંડે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચાવ્યો! નેતાઓ પર ગંભીર આક્ષેપ

Advertisement

'કાયદો અને વ્યવસ્થામાં ધર્મ, જ્ઞાતિનો ભેદભાવ ન હોવો જોઈએ'

પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને પછી નિર્મમ હત્યાની ઘટનાએ (Kolkata Trainee Doctor Case) સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આરોપીઓએ કડક સજા કરવા માગ ઊઠી છે. આ મામલે ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થામાં ધર્મ, જ્ઞાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની જોગવાઈ મુજબ સજા થવી જોઈએ.

આ પણ વાંચો - Ganesh Gondal : ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ

Tags :
Advertisement

.