ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : નીલ સિટી ક્લબ ફરી આવ્યું વિવાદમાં, Viral Video સામે પૂર્વ CM, સંત અને ખેલૈયાઓએ દાખવ્યો રોષ

નીલ સીટી ક્લબનાં વાઇરલ વીડિયો સામે લોકોમાં ભારે રોષ રાસોત્સવમાં જમાલકુડુ અને શકીરાનાં ગીતોનો વીડિયો વાઇરલ પૂર્વ CM વિજય રૂપાણીએ પણ આપી પ્રતિક્રિયા સનાતન ધર્મ સમિતિનાં સંત જ્યોર્તિનાથ મહારાજે પણ આપી પ્રતિક્રિયા રાજકોટમાં (Rajkot) અવારનવાર વિવાદમાં રહેલું નીલ સિટી...
03:53 PM Oct 06, 2024 IST | Vipul Sen
  1. નીલ સીટી ક્લબનાં વાઇરલ વીડિયો સામે લોકોમાં ભારે રોષ
  2. રાસોત્સવમાં જમાલકુડુ અને શકીરાનાં ગીતોનો વીડિયો વાઇરલ
  3. પૂર્વ CM વિજય રૂપાણીએ પણ આપી પ્રતિક્રિયા
  4. સનાતન ધર્મ સમિતિનાં સંત જ્યોર્તિનાથ મહારાજે પણ આપી પ્રતિક્રિયા

રાજકોટમાં (Rajkot) અવારનવાર વિવાદમાં રહેલું નીલ સિટી ક્લબ (Neel City Club) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. નવરાત્રિનાં રસોત્સવમાં નીલ સિટી ક્લબનાં આયોજકો ભૂલ્યા ભાન હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાનાં સોંગ પર લોકો ઠુંમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સનાતન ધર્મ સમિતિનાં સંત સહિત ખેલૈયાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ગરબોત્સવમાં જમાલકુડુ અને શકીરાનાં ગીતો પર ડાન્સ કરતા વીડિયો વાઇરલ

રાજકોટમાં (Rajkot) નીલ સિટી ક્લબનાં વીડિયોએ હાલ ભારે વિવાદ સર્જયો છે. નીલ સિટી ક્લબમાં (Neel City Club Rajkot) ગરબોત્સવ દરમિયાન બોલિવૂડ અને હોલિવૂડનાં ગીત જેમ કે જમાલકુડુ અને શકીરાનાં ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીલ સિટી ક્લબનાં આયોજનો નવરાત્રિનાં (Navratri 2024) પવિત્ર તહેવાર દરમિયાન જાણે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આ બાબતે પ્રશાસન અને સરકારે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આ વાઇરલ વીડિયો સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આ પર્વ આપણે મા આદ્યશક્તિની આરાધના માટે ઊજવીએ છીએ.

આ પણ વાંચો - Surat : માંડવીમાં લંપટ આચાર્યની શર્મનાક કરતૂત, કોસંબામાં 18 વર્ષીય યુવતી સાથે યુવકે કર્યું અનેકવાર દુષ્કર્મ

આયોજકો ભાન ભૂલ્યા છે : વિજય રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આયોજકોએ લોકોને રાસ ગરબા પર રમાડવા જોઈએ ના કે શકિરાનાં ગીતો પર ડાન્સ કરાવવો જોઈએ. આયોજકો ભાન ભૂલ્યા છે. નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી ફરીવાર ના દુભાય તે માટે સરકાર અને પોલીસ તંત્રે આવી બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ. બીજી તરફ સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે (Sant Jyortinath Maharaj) કહ્યું કે, હિન્દુ સંસ્કૃતિ પર કુઠારાઘાત સમાન કિસ્સાઓ ન બનવા જોઈએ. તહેવારોમાં આવા બેજવાબદારીપૂર્વક આયોજનો ના કરવા જોઈએ. પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરવી જોઇએ.

આ પણ વાંચો - Gujarat ATS અને NCB ની MP નાં ભોપાલમાં મોટી કાર્યવાહી, કરોડોનાં ડ્રગ્સ સાથે 2 ને દબોચ્યા

આપણે આપણું કલ્ચર અને સંસ્કૃતિને જાળવવી જોઈએ : ખેલૈયાઓ

આ સાથે કેટલાક ખેલૈયાઓએ પણ નીલ સિટી ક્લબનાં (Neel City Club Rajkot) આયોજકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ખેલૈયાઓએ કહ્યું કે, આ પ્રકારનાં વીડિયો અને ગીતો પર ગરબા ના થવા જોઈએ. આપણે આપણું કલ્ચર અને સંસ્કૃતિને જાળવવી જોઈએ. 31st ડિસેમ્બરમાં જે રીતે નાચગાન થાય છે તેવા નાચગાન નવરાત્રી પર ન હોવા જોઈએ.

આ પણ વાંચો - Dakor : રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતાં ભક્તો માટે ખુશીનાં સમાચાર, હવે મળશે આ ફ્રી સેવા

Tags :
BollywoodGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHollywood SongsLatest Gujarati NewsNavratri 2024Navratri FestivalNeel City Club RajkotRAJKOTrajkot policeSANATAN DHARMASant Jyortinath MaharajVijay Rupani
Next Article