ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : જામકંડોરણાનાં જવાનનું અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન મોત, CM એ પાઠવી શ્રદ્ધાંજલિ

જામકંડોરણામાં અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન જવાનનું મોત આચવડ ગામનાં વિશ્વરાજસિંહ ગોહિલ શહીદ થયા ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં ઘટના બની CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણાનાં (Jamkandorana) આંચવડ ગામનાં એક જવાન અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન...
02:33 PM Oct 12, 2024 IST | Vipul Sen
  1. જામકંડોરણામાં અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન જવાનનું મોત
  2. આચવડ ગામનાં વિશ્વરાજસિંહ ગોહિલ શહીદ થયા
  3. ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં ઘટના બની
  4. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણાનાં (Jamkandorana) આંચવડ ગામનાં એક જવાન અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન શહીદ થયા છે. મહારાષ્ટ્રનાં (Maharashtra) નાસિક આર્ટિલરી સેન્ટરમાં જવાનની ટ્રેનિગ ચાલતી હતી. દેવલાલીમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત કેબિનેટ મંત્રીઓ અને નેતાઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી છે.

આ પણ વાંચો - Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- સમગ્ર ઘટનામાં માત્ર..!

ગનનું ભ્રષ્ટ ફાયર થતાં જવાન વીરગતિ પામ્યા

રાજકોટનાં (Rajkot) જામકંડોરણામાં રહેતા વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ ભારતીય અગ્નિવરની (Agniveer) ટ્રેનિંગ માટે હૈદરાબાદ કેમ્પ ગયા હતા. ત્યાંથી મહારાષ્ટ્રનાં નાસિક ખાતે આવેલ દેવલાલીમાં 8 દિવસ ટ્રેનિગ (Nashik Artillery Center) માટે ગયા હતા. દરમિયાન, ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં જવાન વીરગતિ પામ્યા હતા. વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલનાં પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો અને ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) સાથે વિદાય આપવામાં આવી છે. અંતિમ વિદાયમાં જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આશાસ્પદ જવાનનાં મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે.

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી!

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી

આ ઘટના પર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate) પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, 'રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણા તાલુકાનાં આંચવડ ગામનાં અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ દેવલાલી(નાસિક) ખાતે શહીદ થયા છે. દેશસેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવું છું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.' ઉપરાંત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), ભાનુબેન બાબરીયા, MLA જયેશ રાદડિયા સહિત કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી અને MLA એ પરિવારજનને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો - Dussehra 2024 : ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકાનો વધારો! જાણો ભાવ, રાજ્યભરમાં શસ્ત્રપૂજન

Tags :
AgniveerBhanuben BabariaCM Bhupendra PatelDevlaliGuard of HonourGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHyderabadJamkandoranaLatest Gujarati NewsMaharashtraMansukh MandaviyaMLA Jayesh RaddiaNashik Artillery CenterRAJKOTVishwarajsinh Gohil
Next Article