Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : લ્યો બોલો..જેલમાં રહીને ગણેશ ગોંડલ ચૂંટણી લડશે! આવતીકાલે થશે મતદાન

ગોંડલ નાગરિક સહકારી બેન્કની આવતીકાલે ચૂંટણી બેન્ક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાશે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનાં કુલ 23 ઉમેદવાર મેદાને આ ચૂંટણીમાં ગણેશ ગોંડલે પણ ઉમેદવારી નોંધાવી રાજકોટ (Rajkot) જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી...
09:44 AM Sep 14, 2024 IST | Vipul Sen
  1. ગોંડલ નાગરિક સહકારી બેન્કની આવતીકાલે ચૂંટણી
  2. બેન્ક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાશે
  3. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનાં કુલ 23 ઉમેદવાર મેદાને
  4. આ ચૂંટણીમાં ગણેશ ગોંડલે પણ ઉમેદવારી નોંધાવી

રાજકોટ (Rajkot) જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી યોજાવવાની છે. બેંક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ (BJP), વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારોમાં હાલ જેલમાં બંધ ગણેશ ગોંડલ (Ganesh Gondal) પણ સામેલ છે. ગણેશ ગોંડલ જુનાગઢ જેલમાંથી ફોર્મ ભરીને ચૂંટણી લડશે.

આ પણ વાંચો - Ambaji : 'ભાદરવી પૂનમ મહામેળા'માં પ્રથમ વખત 'વોટરપ્રૂફ ડોમ', માઈભક્તોને અપાય છે ખાસ અત્યાધુનિક સુવિધાઓ

આવતીકાલે ગોંડલ નાગરિક સહકારી બેન્કમાં ચૂંટણી

રાજકોટ (Rajkot) જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકનાં (Gondal Nagrik Sahakari Bank) સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણી આવતીકાલે યોજાશે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ મળી કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે ચૂંટણીને લઈ મતદાન થશે. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનાં (Congress) યતીષ દેસાઈની પેનલ છે.

આ પણ વાંચો - Gandhinagar: વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8 યુવાનોના મોત,અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

ડિરેક્ટર પદ માટે ગણેશ ગોંડલ પણ ચૂંટણી મેદાને

મહત્ત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ) એ (Jyotiraditya Singh Jadeja) પણ ડિરેક્ટર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. માહિતી મુજબ, ગણેશ ગોંડલે જુનાગઢ જેલમાંથી (Junagadh Jail) ફોર્મ ભરીને આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. હાલ, ગોંડલમાં (Gondal) સહકારી બેંકની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જણાવી દઈએ કે, ગણેશ ગોંડલ દલિત યુવાનનાં અપહરણ અને માર મારવાનાં કેસમાં જેલમાં કેદ છે.

આ પણ વાંચો - Surat: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી, 5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ

Tags :
BJPCongressGanesh GondalGondalGondal Citizens Co-operative Bank electionsGondal Nagrik Sahakari BankGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJunagadh JailJyotiraditya Singh JadejaLatest Gujarati NewsRAJKOT
Next Article