Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy: રાજકોટના પ્રતિષ્ઠિત અખબારનો સનસનીખેજ અહેવાલ! લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહ્યા છે નેતાઓ!

Rajkot GameZone Tragedy: રાજકોટ અગ્રિકાંડમાં અત્યાર સુધીમાં બાળકો સહિત 32 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ ગેમઝોનમાં 2000 પેટ્રોલનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને તેની પાસે વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. કામ ચાલું...
rajkot gamezone tragedy  રાજકોટના પ્રતિષ્ઠિત અખબારનો સનસનીખેજ અહેવાલ  લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહ્યા છે નેતાઓ

Rajkot GameZone Tragedy: રાજકોટ અગ્રિકાંડમાં અત્યાર સુધીમાં બાળકો સહિત 32 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ ગેમઝોનમાં 2000 પેટ્રોલનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને તેની પાસે વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. કામ ચાલું હોવા છતાં પણ ગેમઝોન ચાલું રાખવામાં આવ્યો તે એક સવાલ છે. શું માત્ર પૈસા છાપવા માટે લોકોની જિંદગીઓ સાથે રમત રમવી યોગ્ય છે? નોધનીય છે કે, આ ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યના ગૃહમંત્રી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ અગ્રિકાંડને લઇને અનેક લોકોના નામ સામે આવી રહ્યા છે. અત્યારે રાજકોટ હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો કરવોમાં આવ્યો છે.

Advertisement

રાજકોટના પ્રતિષ્ઠિત અખબારે એક ચોંકાવનારો અહેવાલ

મળતી જાણકારી પ્રમામે રાજકોટના પ્રતિષ્ઠિત અખબારે સનસનીખેજ અહેવાલ બહાર પાડ્ય છે. રાજકોટના પ્રતિષ્ઠિત અખબારે એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. આ હત્યાકાંડ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નામ સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ગેમઝોનના સંચાલકોને બચાવવા મુકેશ દોશીએ પોલીસેને ભલામણો કરી હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. આ હત્યાકાંડના આરોપીઓ અને ગેમઝોનના સંચાલકોને બચાવવા માટે મુકેશ દોશીએ પોલીસને ભલામણ કરી હોય તેવો રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તો શું આ નેતા માટે લોકોના જીવની કોઈ કિંમત નથી?

અહેવાલ પ્રમાણે રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું

આગમાં 32 લોકો જીવતા ભડથું થયા છે અને ભાજપ નેતા આરોપીઓને સવારવાનું કામ કરી રહ્યા છે? આખરે કોઈ કાયદાનો ડર છે કે નહીં? શું કાયદાઓ માત્ર નાના લોકો સામે જ હોય છે? કેમ દર વખતે આવા હત્યાકાંડના આરોપીઓને સવારી લેવામાં આવે છે? રાજકોટના પ્રતિષ્ઠિત અખબારના સનસનીખેજ અહેવાલ પ્રમાણે રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું નામ સામે આવ્યું છે કે, તેઓ સંચાલકોને બચાવવાની વાત કરી રહ્યા છે. જો તેઓ સંચાલકોને બચાવી રહ્યા છે તો ગુજરાતની જનતા તેમને માફ નહીં કરે!

Advertisement

મારી પર લગાવવામાં આવેલો આ આરોપ ખોટો છેઃ મુકેશ દોશી

મુકેશ દોશીઓ આ અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ‘મારી પર લગાવવામાં આવેલો આ આરોપ ખોટો છે. મે કોઈના માટે પણ કોઈ ભલામણો નથી કરી. ચાહો તો મારો ફોન ચેક કરી શકો છો, મારી ખુલ્લી ચેલેન્જ છે. મારા ફોનમાંથી કોઈને પણ એક ફોન ગયો હોય તો હું રાજકારણ જ નહીં પરંતુ રાજકોટ શહેર છોડી દઈશ. હું રાજકારણી પછી છું પહેલા સમાજ સેવક છું.’ વધુમાં કહું તેમણે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી વાત જણાવી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Tags :
Advertisement

.