Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Fire : મુખ્ય આરોપી સાગઠિયાનાં પરિવારજનોએ કરી આગોતરા જામીન અરજી, જાણો શું છે કારણ ?

આરોપી મનસુખ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી (Rajkot GameZone Fire) મનસુખ સાગઠિયાના ભાઈ, પત્ની અને પુત્રે જામીન અરજી કરી ACB એ તમામને જવાબ આપવા બોલાવતા અરજી કરી અગ્નિકાંડની વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટે હાથ ધરાશે રાજકોટ TRP ગેમઝોન...
rajkot gamezone fire   મુખ્ય આરોપી સાગઠિયાનાં પરિવારજનોએ કરી આગોતરા જામીન અરજી  જાણો શું છે કારણ
  1. આરોપી મનસુખ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી (Rajkot GameZone Fire)
  2. મનસુખ સાગઠિયાના ભાઈ, પત્ની અને પુત્રે જામીન અરજી કરી
  3. ACB એ તમામને જવાબ આપવા બોલાવતા અરજી કરી
  4. અગ્નિકાંડની વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટે હાથ ધરાશે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના (Rajkot GameZone Fire) મુખ્ય આરોપી સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાને (TPO Mansukh Sagathia) લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. આરોપી મનસુખ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી છે. સાગઠિયાનાં ભાઈ દિલીપ સાગઠિયા (Dilip Sagathia), તેમના પત્ની અને પુત્રે આગોતરા જામીન અરજી કરી છે. ACB એ તમામને જવાબ આપવા બોલાવતા આ જામીન અરજી કરી છે. ગેમઝોન અગ્નિકાંડની વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટે હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Jail : રાખડી બાંધીને સાગઠિયાના બહેને આપી ચિઠ્ઠી...!

ACB એ તમામને જવાબ આપવા બોલાવતા જામીન અરજી કરી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો (Rajkot GameZone Fire) મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ જેલમાં છે. ત્યારે તેના ભાઈ દિલીપ સાગઠિયા, તેની પત્ની ભાવના સાગઠિયા (Bhavna Sagathia) અને પુત્ર કેયુર સાગઠિયાએ આગોતરા જામીન અરજી કરી છે. માહિતી મુજબ, ACB એ તમામને જવાબ આપવા બોલાવતા પહેલા આ જામીન અરજીઓ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની અપ્રામણસર મિલકત ભાઈ, પત્ની અને પુત્રનાં નામે હોવાથી એસીબીએ તમામને પૂછપરછ માટે બોલાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Dahod : કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, રક્ષાબંધનના દિવસે બે સગા ભાઈઓનાં મોત

વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટે હાથ ધરાશે

ACB એ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ હેઠળ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. તપાસમાં મનસુખ સાગઠિયાના ભાઈ, પત્ની અને પુત્રના નામે કેટલીક મિલકતો હોવાનું સામે આવ્યું હતું. આથી ACB એ વધુ તપાસ માટે ત્રણેયને પૂછપરછ માટે બોલાવતા આગોતરા જામીન અરજી કરી છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટે હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : વાહન ચેકિંગ સમયે મહિલા PSI અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી, Video વાઇરલ

Tags :
Advertisement

.