Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT FIRE : રાજકોટ અગ્નિકાંડ કાંડમાં હવે ગેમઝોનની જગ્યાના માલિકની કરાઇ ધરપકડ

રાજકોટ અગ્નિકાંડ  કાંડમાં વધુ આરોપીની ધરપકડ કિરીટસિંહ જાડેજાની કરવામાં આવી ધરપકડ ગેમઝોન જગ્યાની માલિકની કરવામાં આવી ધરપકડ અત્યાર સુધી 6 આરોપીની કરાઈ ધરપકડ RAJKOT FIRE : રાજકોટના ( RAJKOT ) TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં ઘણા પરિવારનો સંસાર વિખેરાઈ ગયો...
rajkot fire   રાજકોટ અગ્નિકાંડ કાંડમાં હવે ગેમઝોનની જગ્યાના માલિકની કરાઇ ધરપકડ
Advertisement
  • રાજકોટ અગ્નિકાંડ  કાંડમાં વધુ આરોપીની ધરપકડ
  • કિરીટસિંહ જાડેજાની કરવામાં આવી ધરપકડ
  • ગેમઝોન જગ્યાની માલિકની કરવામાં આવી ધરપકડ
  • અત્યાર સુધી 6 આરોપીની કરાઈ ધરપકડ

RAJKOT FIRE : રાજકોટના ( RAJKOT ) TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં ઘણા પરિવારનો સંસાર વિખેરાઈ ગયો છે. આ ભયાવહ ઘટનામાં અત્યાર સુધીમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 33 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટના બાદથી જ દરેક નાગરિક એક સૂરમાં આ ઘટના બનવા પાછળના જવાબદાર ગુનેગારોને સજા ફટકારવવાની માંગ કરી રહી છે. ત્યારે આ અગ્નિકાંડમાં હવે તપાસ તેજ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે વધુ એક મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે જેના અનુસાર TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હવે TRP ગેમઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ગેમઝોન જગ્યાના માલિકની કરાઇ ધરપકડ

રાજકોટમાં ( RAJKOT ) બનેલા આ TRP ગેમઝોન અગ્નિકાંડમાં દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોની આંખમાંથી આંસુ હજુ પણ સૂકાયા નથી. પીડિત પરિવારજનો સાથે આખું ગુજરાત સરકાર પાસે ન્યાયની માગ કરી રહ્યું છે. જો કે, સરકારના આદેશ બાદ આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી ગેમઝોનના સંચાલકો સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે અને મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહિત કેટલાક અધિકારીઓની બદલી કરાઈ છે. અત્યાર સુધી આ મામલામાં પોલીસ દ્વારા કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. હવે આ મામલે વધુ એકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હવે TRP ગેમઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરવામાં આવી છે. કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા

Advertisement

રાજકોટ ( RAJKOT ) અગ્નિકાંડમાં 33 નિર્દોષ લોકોના મોત થયા બાદ તંત્રના બેજવાબદાર અને ગંભીર બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તવાઇ છે. સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા જેમાં પીઆઇ એન.આઇ.રાઠોડ, પીઆઇ વી.આર.પટેલ, મનપાના આસિ.ટાઉન પ્લાનર ગૌતમ જોશી, મનપાના આસિ. એન્જિનીયર જયદીપ ચૌધરી, ફાયર ઓફિસર રોહિત વિગોરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા અને નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠીયાનો સમાવેશ થાય છે.

કુલ 7 લોકોની ધરપકડ થઈ

આ ઘટનામાં અત્યાર સુધી TRP ગેમઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. આમ કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની FIR મુજબ આરોપીઓ સામે IPCની કલમ 304, 308, 337, 338 અને કલમ 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : GUJARAT FIRST IMPACT : આખરે BHARUCH માં પરવાનગી વિનાનું વોટરપાર્ક સીલ કરાશે; અધિક કલેકટરે આપ્યું આ નિવેદન

Tags :
Advertisement

.

×