Rajkot: મહાનગરપાલિકા દ્વારા પાંચ વોર્ડમાં મુકાયો પાણી કાપ, જાણો કેમ?
- રાજકોટમાં પાણી કાપને લઈને મેયરનું નિવેદન
- પ્રિમોન્સૂન કામગીરી ચાલી રહી છે:નયનાબેન
- પાણી કાપ અંગે અગાઉથી જાહેરતા આપી:નયનાબેન
- વોર્ડ 8, 10, 11, 12, 13માં પાણી કાપ:નયનાબેન
ઉનાળો શરૂ થતાની સાથે જ કાળઝાળ ગરમીમાં રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી (Premonsoon Operations) શરૂ કરવામાં આવી છે. જેને લઈ રાજકોટ (Rajkot) નાં પાંચ વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવનાર છે. તેમજ આ બાબતે રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા અગાઉથી જાહેરાત આપી નગરજનોને જાણ કરવામાં આવી હતી.
પાણી કાપની હજારો લોકોને અસર થઈ
મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પ્રિમોન્સૂન કામગીરી (Premonsoon Operations) ને લઈ શહેરનાં વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 વોર્ડ વિસ્તારમાં આજે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. પાણીનાં પમ્પિંગ સ્ટેશન અને ટાંકા સફાઈ કવા પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂનને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ પાણી કામ મૂકવામાં આવ્યો છે. આ પાણી કાપની અસર હજારો લોકોને થઈ હતી.
આ પણ વાંચોઃ Surat: SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટંટ, જુઓ વીડિયો
રીપેરીંગ કામ હોય ત્યારે પાણી કાપ હોય : નયનાબેન (મેયર, રાજકોટ મ. પાલિકા)
આ બાબતે રાજકોટના મેયર (Rajkot Mayor) નયનાબેન પઢિયારે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ચોમાસાની જે કામગીરી કરવાની હોય જે પાણીનો સ્ત્રોત ટાંકામાં આપણે પાણીનો સંગ્રહ કરતા હોય. ત્યારે ટાંકામાં સફાઈની જરૂર પડતી હોય ત્યારે સફાઈ માટે થઈ આપણે વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 માં આજે પાણી કાપ હતો. પણ જ્યારે આ કાપની જરૂર હોય આપણે કે ટાંકુ સાફ કરવાનું થતુ હોય અથવા રીપેરીંગ કામ કરવાનું થતુ હોય ત્યારે આ કાપ રાખીએ એ પહેલા આપણે છાપામાં જાહેરાત આપતા હોઈએ છીએ. જેથી આ તારીખે પાણી બંધ રહેવાનું છે. જેની લોકોને જાણ થાય. જેથી તે લોકો તેનો સંગ્રહ પણ કરી શકે. અને વિવેક પૂર્ણ પાણીનો ઉપયોગ કરી શકે છે. તેમજ મેયર જણાવ્યું હતું કે, વિરોધ કરતા લોકોને કહીશ કે પહેલા ટેન્કરથી પાણી મળતું હતું. હવે રોજ નર્મદાનું પાણી વિતરણ કરીએ છીએ. જેથી પાણી બચવવા લોકોએ સાથ સહકાર આપવો જોઈએ.
આ પણ વાંચોઃ Navsari: ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં ડૂબી જતા બે ના મોત, ત્રણનો બચાવ