Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganesh Gondal : ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ

Ganesh Gondal ને લઈને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : અલ્પેશ ઢોલરિયા ગણેશભાઈ આવે ત્યારે કાર્યક્રમ ગોઠવીશું : ઢોલરિયા જૂનાગઢના (Junagadh) દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાનાં હાઇપ્રોફાઇલ કેસમાં ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા...
ganesh gondal   ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે   રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ
  1. Ganesh Gondal ને લઈને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન
  2. ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : અલ્પેશ ઢોલરિયા
  3. ગણેશભાઈ આવે ત્યારે કાર્યક્રમ ગોઠવીશું : ઢોલરિયા

જૂનાગઢના (Junagadh) દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાનાં હાઇપ્રોફાઇલ કેસમાં ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) હાલ જેલમાં છે. જેલમાં હોવા છતાં ગણેશ ગોંડલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે ગણેશ ગોંડલને લઈ ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે (Rajkot District BJP President) ગણેશ ગોંડલને લઈ મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Kajal Hindustani : ફરી એકવાર મુશ્કેલીમાં કાજલ હિન્દુસ્તાની! ગુનો દાખલ કરવા કોર્ટનો આદેશ

Advertisement

ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છેઃ અલ્પેશ ઢોલરિયા

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં (Gondal Marketing Yard) ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા (Alpesh Dholriya) ગોંડલ તાલુકાનાં દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ (Leua Patidaar Samaj) ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ગણેશ ગોંડલને (Ganesh Gondal) લઈ મોટો દાવો કર્યો હતો. અલ્પેશભાઈ ઢોલરિયાએ જાહેરમાં મોટો દાવો કરતા કહ્યું કે, ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. અલ્પેશભાઈએ કહ્યું કે, આપણા તાલુકા અને ગામમાં એકતા વધે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે.

આ પણ વાંચો -Kolkata Doctor Case : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે અહીં તબીબો જંગે ચઢ્યા! કર્યું બંધનું એલાન

Advertisement

શાસક પક્ષનાં નેતાની આગાહીને લઈ અનેક તર્ક-વિતર્ક

ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અને રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholriya) દ્વારા જાહેરમાં ગણેશ ગોંડલ કે જે હાલ જેલમાં છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેના અંગે આવો દાવો કરવો ચર્ચાનો વિષય બની ગયો છે. અલ્પેશ ઢોલરિયાના આ નિવેદનનો વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થયો છે. લોકો આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે સવાલ થયા છે કે સત્તારૂઢ પાર્ટીનાં જિલ્લા પ્રમુખની મહત્ત્વની જવાબદારી માથે હોવા છતાં એક આરોપી કે જેને પોલીસે પુરાવા સાથે જેલ ભેગો કર્યો છે, જેને હાલ કોઈ જામીન મળ્યા નથી અને કોર્ટમાં કોઈ અરજી કે અપીલ કરાઈ નથી છતાં શાસક પક્ષનાં નેતા આવી આગાહી કયાં આધારે કરી રહ્યા છે ? શું કશુંક ગોઠવાઈ ગયું છે ? તેવા સવાલ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat- 'ગરવી ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ

Tags :
Advertisement

.