Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને...

Rajkot Crime Case : શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપ્યું
કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને
Advertisement
  • આધેડે પોતાની જાતને બળી આપવાનો પ્રયાસ કર્યો
  • શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપ્યું
  • હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી

Rajkot Crime Case : રાજ્યમાં વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન અંધશ્રદ્ધાના કારણે ટૂંકાવ્યું છે. જોકે આ આપણે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈપણ પુરુષ અથવા મહિલાનું અંધશ્રદ્ધાના નામે શારીરિક અથવા આર્થિક રીતે શોષણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિ એ ખુદ પોતાને મોતને હવાલે કર્યો છે. જોકે આ ઘટના ગુજરાતમાં આવેલા રાજકોટ શહેરમાં બની છે. તે ઉપરાંત આ ઘટના પોલીસે પણ નોંધી છે. અને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપ્યું

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં અંધશ્રદ્ધામાં આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગંભીર હાલતમાં આધેડને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા આજે સવારે પોતાના ઘરેથી નીકળીને ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: PMJAY હેઠળની બધી હોસ્પિટલો BJP ના આગેવાનો અને મંત્રીઓની છે : Geniben Thakor

Advertisement

હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી

ત્યારે શિવલિંગની પૂજા કર્યા બાદ આજુબાજુમાં કોઈ ના દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું જ ગળું કાપ્યું હતું. આ ઘટના બાદ કોઈ દર્શનાર્થીએ આધેડને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઈને બીજા લોકોને જાણ કરી હતી. જે બાદ સૌ પ્રથમ ગોંડલ અને પછી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ બાબતે હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: Gujarat-ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોથી શહેરમાં અકસ્માતો ઘટયા

Tags :
Advertisement

.

×