Rajkot નાગરિક બેંકની ચૂંટણી પહેલા માહોલમાં ગરમાવો! ચેરમેને આક્ષેપો સામે કર્યો વળતો પ્રહાર!
- Rajkot નાગરિક બેંકની ચૂંટણીને લઇને ગરમાવો
- એકસાથે સહકાર પેનલનાં 21 ઉમેદવારે ભર્યા ફોર્મ
- 17 નવેમ્બરે યોજાશે નાગરિક બેંકની ચૂંટણી
- બેંક સામે આરોપ અંગે ચેરમેન જીમિભાઈનું નિવેદન
રાજકોટ નાગરિક બેંકની (Rajkot Nagrik Bank Election) ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. સહકાર પેનલનાં એક સાથે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે સામે પક્ષે કોણ ઉમેદવારી નોંધાવશે તે હાલ કહેવું મુશ્કેલ છે. રાજકોટ નાગરિક બેંકનાં ચેરમેને બેંકનાં વહીવટ અંગે થયેલા આક્ષેપોનો જવાબ આપી વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, બેંકે RBI નું કડક ઇન્સ્પેક્શન પણ પાસ કરેલું છે. ગેરરીતિ થતી હોય તો RBI એ કાર્યવાહી કરી હોત.
આ પણ વાંચો- Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત
17 નવેમ્બરે યોજાશે નાગરિક બેંકની ચૂંટણી
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી (Rajkot Nagrik Bank Election) 17 નવેમ્બરે યોજાવવાની છે. જો કે, આ પહેલા ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. આ ચૂંટણીને લઈ સહકાર પેનલનાં એક સાથે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે સામાપક્ષે કોણ ઉમેદવાર બનશે એ હાલ કહેવું મુશ્કેલ છે. જણાવી દઈએ કે, નવા કાયદા મુજબ નવા ડાયરેક્ટરની ચૂંટણી યોજાશે. જે ડાયરેક્ટરને 8 વર્ષ પૂર્ણ થયા છે તે ચૂંટણી ના લડી શકે, તે કાયદા અનુસાર નવા ઉમેદવારો મેદાનમાં છે. બેંકનાં વહીવટ અંગે થયેલા આરોપ અંગે જવાબ આપતા ચેરમેન જીમિભાઈ દક્ષિણીએ (Chairman Jimibhai Dakshini) વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે અમારી લીટી મોટી કરી છે. કોઇની લીટી નાની કરવામાં અમારો કોઇ સ્વાર્થ નથી.
આ પણ વાંચો- હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી, કહ્યું- 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન..!
બેંકે RBI નું કડક ઇન્સ્પેક્શન પણ પાસ કરેલું છે : જીમિભાઈ
જીમિભાઈએ આગળ કહ્યું કે, રિઝર્વ બેંક (RBI) તરફથી દર વર્ષે ઓડિટ આવે છે. બેંકે RBI નું કડક ઇન્સ્પેક્શન પણ પાસ કરેલું છે. જો બેંક વ્યવહારમાં કોઈ ગેરરીતિ થતી હોય તો RBI એ જરૂર પગલાં લીધા હોત. જીમિભાઈએ કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે જ કેમ સવાલ ઊઠે છે ? બેંકનાં રૂપિયા યોગ્ય રીતે મેનેજ થઈ રહ્યા છે. લોકોનો વિશ્વાસ અમારી સાથે છે. 100 વર્ષ માટે કામ કરે તેવા ઉમેદવાર આપ્યા છે.
આ પણ વાંચો- Surendranagar : ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી