Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot :કોલેરાએ માથું ઉંચક્યું,આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો રામનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો અલગ અલગ વિસ્તારમાં કોલેરા ના 6 કેસ મળી આવ્યા. ડેન્ગ્યુ- તાવથી યુવકનું મોત છતા નપા તંત્ર અજાણ Rajkot:રાજકોટ(Rajkot)માં રામનગર (Ramnagar) માં કોલેરા(Cholera)નો વધુ એક શંકાસ્પદ કેસ મળી...
rajkot  કોલેરાએ માથું ઉંચક્યું આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
  • રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો
  • રામનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
  • અલગ અલગ વિસ્તારમાં કોલેરા ના 6 કેસ મળી આવ્યા.
  • ડેન્ગ્યુ- તાવથી યુવકનું મોત છતા નપા તંત્ર અજાણ

Rajkot:રાજકોટ(Rajkot)માં રામનગર (Ramnagar) માં કોલેરા(Cholera)નો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે અને હાલમાં રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેકટરે (District Collector)જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા છે.

Advertisement

વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધાયા

કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર રહેતા એક પરપ્રાંતિય મજૂરનો કોલેરાનો (Cholera) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.રાજકોટ(Rajkot)ની એક ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે 45 પુરૂષનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્રારાઆ વિસ્તારમાં સઘન સર્વે હાથ ધર્યો હતો અને આ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની તપાસ હાથ ધરીને કોલેરાનો રોગચાળો અટકાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

Advertisement

46 જેટલા ઘરો આરોગ્યની ચકાસણી કરાઇ

કોલેરાનો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગે રાજકોટ(Rajkot) ના કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર સર્વે હાથ ધર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને 46 જેટલા ઘરો અને 260 જેટલી વસ્તીને આવરી લઈને આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 3 લોકોને ઝાડા ઉલટીના લક્ષણો દેખાયા હતા જેને સ્થળ પર જરૂરી દવા અને ઓઆરએસ તેમજ ક્લોરીનની ટીકડીઓ આપવામાં આવી હતી.અહીં મોટાભાગે પરપ્રાંતિય મજૂરો વસવાટ કરે છે જેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

શંકાસ્પદ ડેન્ગ્યુથી યુવકનું મોત છતા તંત્ર અજાણ

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા. શંકાસ્પદ ડેન્ગ્યુના તાવથી યુવકનું મોત છતાં મહાપાલિકાનું તંત્ર અજાણ હતું. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. કોલેરાના કેસ મળી આવ્યા બાદ વિસ્તારમાં ખાણી પીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દુકાનો બંધ રાખવામાં આવી છે અને મહાપાલિકાનું તંત્ર વિસ્તારમાં કોલેરાએ દેખા દેતા સફાળુ જાગ્યું છે.

આ પણ  વાંચો-Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો,સૌથી વધુ આ જિલ્લામાં

કચ્છના લખપતમાં ન્યુમોનિયાનો કહેર, 4 દિવસમાં 12 લોકોના મોત

બીજી તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ તરખટ મચાવ્યો છે અને છેલ્લા 4 જ દિવસમાં ન્યુમોનિયાના કારણે 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ન્યુમોનિયા તાવના કારણે 12 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે અને તેને લઈને કોઈ પગલા લેવામાં આવ્યા નથી. લખપત વિસ્તારના મેડી, ભરાવાંઢ, વાલાવારી, બેખડા, સાંધ્રો, મોરગર, લખાપરમાં ન્યુમોનિયાના લીધે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે પણ આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યો છે. પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને તમામ પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા છે અને પત્રમાં મૃત્યુ પામનારના નામની તમામ વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે.

આ પણ  વાંચો -Ahmedabad: નરોડામાં કચરાના ડબ્બામાંથી મળી આવ્યું નવજાત શિશુ

ભાવનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

ભાવનગરમાં પણ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો છે. છેલ્લા 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા છે અને આ સિવાય ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે ડેન્ગ્યૂના 58, મેલેરિયાના 12 દર્દીઓ, ટાઈફોઈડના 54, ઝાડા-ઉલ્ટીના 2651 કેસ નોંધાયા છે.

Tags :
Advertisement

.