Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં ATS ને મળી મોટી સફળતા, અંદાજે 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ATS એ દરોડા પાડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. રાજકોટના જામનગર રોડ પરથી ઝડપાયું છે ડ્રગ્સ. મળતી જાણકારી અનુસાર, આશરે 31 કિલો ડ્રગ્સ એટલે કે 200 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ કબ્જે...
05:03 PM May 12, 2023 IST | Dhruv Parmar

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ATS એ દરોડા પાડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. રાજકોટના જામનગર રોડ પરથી ઝડપાયું છે ડ્રગ્સ. મળતી જાણકારી અનુસાર, આશરે 31 કિલો ડ્રગ્સ એટલે કે 200 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. હાલમાં ATS એ વધુ તપાસ હાથ ધરી છે.

ATSની કાર્યવાહી

આ મામલે વધુ જાણકારી અનુસાર, પાકિસ્તાનથી માલ રાજકોટ લાવવામાં આવ્યો હતો તે બાદ માલ દિલ્હી પહોંચાડવાનો હતો. આ ઘટનામાં એક નાઈજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ ઇકવું નાઈફ મર્સી છે. જેને દિલ્હીથી ધરપકડ કરી રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો, જથ્થો રાજકોટ રાખ્યો હતો. ATSએ નાઈઝિરિયન શખ્સને કોર્ટમાં રજૂ કર્યો છે. રાજકોટની કોમર્શિયલ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પાકિસ્તાનથી આવ્યું હતું હેરોઇન

પાકિસ્તાનથી અનવર નામના વ્યક્તિએ હેરોઇન મોકલ્યું હતું. ગુજરાતના દરિયા કિનારે જાફરી ડિલિવરી લીધી હતી. જાફરી તે બબલુને આપાવનો હતો. ડિલિવરી બાદ બબલુ દિલ્હી નાઇજિરિયનને હેરોઇન પહોંચાડવાનો હતો જે હાલ ATSના હાથે ઝડપાયો છે.

સરકારી વકીલ એસ.કે. વોરાની પત્રકાર પરિષદ

આ સમગ્ર કેસ મામલે સરકારી વકીલ એસ.કે.વોરાએ પત્રકાર પરિષદ કરી હતી. તેમણે જણાવ્યું કે, અનવર નામના શખસે પાકિસ્તાનથી ગુજરાતનાં દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો. તે બાદ દરિયા કિનારેથી જાફરીન નામના શખ્સે ડિલિવરી લઈ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ નજીક અવાવરૂ સ્થળ પર જથ્થો મોકલ્યો હતો. 10-10 કિલોના ત્રણ બોરામાં ડ્રગ્સ રાખવામાં આવ્યો હતો.

આ પહેલા pએન પકડાયું હતું કરોડોન ડ્રગ્સ

મહત્વનું છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે.

આ પણ વાંચો : E ચલણ નહિ ભરતા વાહન ચાલકો એ ચેતવાની જરૂર,હવે લોક અદાલતમાં થશે ચલણનો નિકાલ

Tags :
ATSdrugsGujaratRAJKOT
Next Article