Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી, કારખાનાંમાં આગ લગાતા મજૂરો ચોથા માળે લટક્યા

રાજકોટના પેડક રોડ પર કારખાનામાં આગ 10 જેટલા મજૂરો ચોથા માળેથી લટકીને નીચે ઉતર્યા જ્યાં આગ લાગી તે ઈમારત પાસે ફાયરનું NOC જ નથી રાજકોટમાં (Rajkot) અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના સહેજ થતાં રહી ગઈ હતી. રાજકોટનાં પેડક રોડ ખાતે...
rajkot   ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી  કારખાનાંમાં આગ લગાતા મજૂરો ચોથા માળે લટક્યા
  1. રાજકોટના પેડક રોડ પર કારખાનામાં આગ
  2. 10 જેટલા મજૂરો ચોથા માળેથી લટકીને નીચે ઉતર્યા
  3. જ્યાં આગ લાગી તે ઈમારત પાસે ફાયરનું NOC જ નથી

રાજકોટમાં (Rajkot) અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના સહેજ થતાં રહી ગઈ હતી. રાજકોટનાં પેડક રોડ ખાતે આવેલા જે.કે. ક્રેશન નામનાં કારખાનામાં ભીષણ આગ (Fire in a Factory) લાગવાનો બનાવ બન્યો હતો. કારખાનામાં કામ કરતાં 10 જેટલા મજૂરોએ માંડ માંડ જીવ બચાવ્યો હતો. ચોથા માળેથી લટકીને તમામ મજૂરો નીચે ઉતર્યા હતા. આ ઘટનાનો એક હચમચાવો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, જ્યાં આગ લાગી તે ઈમારત પાસે ફાયરનું NOC નહોતું. ચાર માળની ઈમારતમાં બે માળ પર તો પરિવાર રહી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Anand : પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ, ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા

10 જેટલા મજૂરોએ માંડ માંડ જીવ બચાવ્યો

રાજકોટમાં (Rajkot) ફરી એકવાર TRP ગેમઝોન (Rajkot Gamezone Incident) જેવી ઘટના બનતા સહેજ રહી હતી. રાજકોટનાં પેડક રોડ પર જે.કે. ક્રેશન નામનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. જોતા જ જોતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની (Fire Department) ટીમને જાણ કરાઈ હતી. જ્યારે કારખાનામાં ચોથા માળે 10 જેટલા મજૂરોએ ફસાયા હતા. જીવ બચાવવા માટે તમામ મજૂરોએ ચોથા માળેથી લટકીને નીચે ઉતર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ

Advertisement

જ્યાં આગ લાગી તે ઈમારત પાસે ફાયરનું NOC જ નથી

ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગ પાસે ફાયર NOC જ નહોતું. તપાસ મુજબ, ચાર માળની ઈમારતમાં બે માળ પર લોકો રહે છે. જ્યારે, બીજા બે માળમાં કારખાનું ધમધમતું હતું. આગ લાગવા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, આગની ઘટનાને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે...

> અગ્નિકાંડ બાદ પણ હજુ નથી સુધર્યું રાજકોટ તંત્ર ?
> શું હજુ બીજો અગ્નિકાંડ થાય તેની જોવાઈ રહી છે રાહ ?
> કોની રહેમનજર હેઠળ NOC વિના ધમધમે છે કારખાના ?
> ફાયરનું NOC નહોતું તો કેમ ચાલુ રાખવા દીધું કારખાનું ?
> અગ્નિકાંડ બાદ પણ અહીં કેમ નહોતી કરાઈ તપાસ ?
> ક્યારે જાગશે રાજકોટ મનપાનું તંત્ર ?

આ પણ વાંચો - Botad : વહીવટી તંત્રની બેદરકારી સામે BJP આગેવાન લડી લેવાનાં મૂડમાં! Video બનાવી આપી ચિમકી

Tags :
Advertisement

.