Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન ફગાવાયા, ધરપકડને લઈ અનેક સવાલ

રાજકોટનાં આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન કોર્ટે ફગાવાયા આરોપી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ મધુ ટાઢાણીની ધરપકડ, પરેશ રાડદિયા હાલ પણ પકડથી દૂર રાજકોટનાં (Rajkot) જસદણમાં આવેલ આટકોટ શિક્ષણ સંકુલમાં...
rajkot   આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન ફગાવાયા  ધરપકડને લઈ અનેક સવાલ
  1. રાજકોટનાં આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર
  2. આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન કોર્ટે ફગાવાયા
  3. આરોપી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
  4. મધુ ટાઢાણીની ધરપકડ, પરેશ રાડદિયા હાલ પણ પકડથી દૂર

રાજકોટનાં (Rajkot) જસદણમાં આવેલ આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી એવી દુષ્કર્મની ઘટના બની હતી.આટકોટની કન્યા છાત્રાલયની (Atkot's girls' hostel) પૂર્વ વિદ્યાર્થિનીએ આરોપી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મધુ ટાઢાણીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આરોપી પરહેશ રાદડિયા (Parhesh Radadia) હાલ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપી પરેશે રાજકોટ સેશન્સ કોર્ટમાં (Rajkot Sessions Court) આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે હવે પોલીસ પરેશ રાદડિયાની ઘડપકડ કરશે કે નહિ તેના પર જસદણ સહિત સૌરાષ્ટ્રભરની નજર છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : રાણીપ પોલીસ સ્ટેશનનાં PI ને કમિશનરે સસ્પેન્ડ કર્યાં! જાણો શું છે કારણ ?

આરોપી પરેશ રાદડિયાએ આગોતરા જામીન અરજી કરી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (Matrushree D.B.Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય આટકોટનાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામનાં પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani) વીરનગર ગામનાં જિલ્લા પંચાયતનાં સદસ્યનાં પતિ અને આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadiya) સહિત કુલ 4 વિરૂદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી પૂર્વ વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં (Atkot Police Station) ધાક ધમકી, મારામારી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે આરોપી મધુ ટાઢાણીની ધરપકડ કરી હતી. જ્યારે પરેશ રાદડિયા હાલ પણ પોલીસ પકડથી દૂર છે. જો કે, ધરપકડ પહેલા આરોપી પરેશ રાદડિયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Surat : ઘરે મોબાઇલ ચાર્જમાં મૂકીને પરિવાર બહાર જમવા ગયો અને પછી બની મોટી દુર્ઘટના

Advertisement

કોર્ટે આરોપી પરેશની જામીન અરજી ફગાવી

માહિતી મુજબ, કોર્ટે આરોપી (Rajkot Sessions Court) પરેશ રાદડિયાની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. પોલીસે હવે પરેશ રાદડિયાની (Parhesh Radadia) ધરપકડ કરશે કે નહીં અથવા ધરપકડ થશે તો ક્યારે થશે? તેને લઈને જસદણ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકોની વચ્ચે સવાલ થઈ રહ્યા છે. આટકોટ શિક્ષણ સંકુલમાં (Atkot Educational Complex) બનેલી અને શર્મસાર કરતી દુષ્કર્મની ઘટનાનાં એક મહિના પછી પણ આરોપી પરેશ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો - Rajkot : નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરની મુશ્કેલીઓ વધી, મનપા કમિશનરે કરી મોટી કાર્યવાહી!

Tags :
Advertisement

.