Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : નવરાત્રિમાં ગરબા આયોજનને લઈ લેઉવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા?

નવરાત્રીમાં ગરબાનાં આયોજનને લઈ બન્ને સમાજમાં પડી રહ્યા છે ફાંટા! રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ? ખોડલધામ બાદ હવે સરદાર ધામ નેજા હેઠળ અલગ આયોજન કડવા પાટીદારમાં અલગ યુ.ડી. ક્લબ હેઠળ ગરબાનું આયોજન નવરાત્રિનાં તહેવારને હવે...
rajkot   નવરાત્રિમાં ગરબા આયોજનને લઈ લેઉવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા
  1. નવરાત્રીમાં ગરબાનાં આયોજનને લઈ બન્ને સમાજમાં પડી રહ્યા છે ફાંટા!
  2. રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ?
  3. ખોડલધામ બાદ હવે સરદાર ધામ નેજા હેઠળ અલગ આયોજન
  4. કડવા પાટીદારમાં અલગ યુ.ડી. ક્લબ હેઠળ ગરબાનું આયોજન

નવરાત્રિનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં (Rajkot) નવરાત્રિમાં ગરબા આયોજનને લઈ પાટીદાર સમાજમાં ભાગલા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે, એક તરફ જ્યાં પાટીદાર સમાજને (Patidar Samaj) એક કરવાની વાત થતી હોય છે ત્યારે બીજી તરફ સમાજમાં ગરબા આયોજનને (Garba) લઈ વિખવાદ થતો હોવાનાં અહેવાલ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : VHP મહામંત્રીનું મોટું નિવેદન, કહ્યું- વિધર્મીઓને 'વંદે માતરમ્' ગાવામાં પણ વાંધો છે તો પછી..!

લેઉવા બાદ કડવા પાટીદાર સમાજમાં ગરબા આયોજનને લઈ ભાગલા!

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નવરાત્રિમાં (Navratri) ગરબા આયોજનને લઈ લેઉવા પાટીદાર (leuva Patidar) બાદ હવે કડવા પાટીદાર સમાજમાં ગરબા આયોજનને લઈ ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે પહેલા લેઉવા પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ (Khodal Dham) નેજા હેઠળ ગરબાનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારે હવે તેમાંથી અલગ થઈને સરદારધામ નેજા હેઠળ અલગ આયોજન કરાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - AMBAJI : ભાદરવી મેળા પહેલા અવ્યવસ્થા, માં અંબાજીના પ્રસાદ માટે લાંબી કતારો

Advertisement

રાજકીય લાભ માટે સમાજનો ઉપયોગ ?

બીજી તરફ કડવા પાટીદાર (Kadwa Patidar) સમાજ દ્વારા યુ.ડી. ક્લબનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ, હવે અલગ યુ.ડી. ક્લબ (U.D. Clubs) હેઠળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જોતા લોકોમાં સવાલ થઈ રહ્યા છે કે, સમાજ એક કરવા અનેક પ્રયાસો વચ્ચે પણ રાજકીય લાભ માટે સમાજનો શું કામ ઉપયોગ થઈ રહ્યો છે ? કેમ સમાજને એક કરવામાં પ્રયાસ નથી થતા ?

'પરિવારના સભ્યો વધે તો રોટલે અલગ થવું પડે'

જો કે, સમાજ અગ્રણી પુષ્કર પટેલે આ અંગે જવાબ આપી જણાવ્યું હતું કે, પરિવારનાં સભ્યો વધે તો રોટલે અલગ થવું પડે. પરિવાર મોટો થતો હોય તો વ્યવસ્થાનાં ભાગરૂપે અન્ય વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય છે. આ પણ એક વ્યવસ્થાનો જ ભાગ છે. જો કે, તેમણે એક નામ નેજા હેઠળ કેમ નહિ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો - હવે Kutch માં શાંતિ ડહોળવાનો પ્રયાસ! વિધર્મીઓએ પથ્થર ફેંકી ગણેશજીની મૂર્તિ ખંડિત કરી!

Tags :
Advertisement

.